Gujarat Rain Live Update: રાજયમાં મૂશળધાર વરસાદ બન્યો આફત, હજારો લોકોનું સ્થળાંતર, 19 ટ્રેન રદ્
Gujarat Rain News: હવામાન વિભાગે બુધવારે અને ગુરુવારે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગુરુવાર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
LIVE

Background
Gujarat Rain: જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ
જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વધુ એક વખત ખંભાળિયા હાઈવે પર જળભરાવની શરુઆત થઇ છે. હાલ ડીપ ડિપ્રેશન ભુજથી 50 કિમી દૂર છે. જેના પગલે પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદનો અનુમાન છે. જુનાગઢ સહિતના પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દ્વારકા જિલ્લામાં વરસ્યો છે. જેના પગલે દ્વારકા-જામનગર જિલ્લાના ખેતરો બેટમાં ફેરવાયા છે. પરિસ્થિતિને થાળે પાડવા આર્મીની એક કોલમ જામનગર પહોંચી છે, ભારે વરસાદના કારણે જામનગર જિલ્લામાં પંચાયત હસ્તકના 47 માર્ગો બંધ છે.
Gujarat Rain વડોદરામાં આર્મીની 7 ટીમ તૈનાત
વડોદરાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા શહેરમાં પહોંચવા મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા ડમ્પરમાં સવાર થયા હતા.વડોદરાની સ્થિતિ ભારે વરસાદના કારણે વિકટ બની રહી છે. વડોદરામાં સ્થિતિને થાળે પાડવા માટે આર્મીને તૈનાત કરવામાં આવી છે. NDRD-SDRFની વધુ એક એક ટીમ વડોદરા માટે ફાળવાઈ છે. વડોદરામાં હાલમાં આર્મીની કુલ 7 ટીમ તૈનાત છે. જેમાં NDRFની 5 અને DRFની 6 ટીમ તૈનાત છે.
રાજકોટના ઉપલેટામાં SDRFનું દિલધડક રેસ્ક્યુ
રાજકોટના ઉપલેટામાં SDRF ટીમે ગણોદ ગામમાં યુવતીનું કર્યુ રેસ્ક્યુ કર્યું હતું. સાપે ડંખ મારતા યુવતીની તબિયત લથડી હતી. ગણોદ પાસે કોઝ વે પર પાણી ફરી વળતાં યુવતી ફસાઇ હતી. રેસક્યુ બાદ યુવતીને ઇજા પહોંચી હોવાથી
108ની મદદથી યુવતીને હોસ્પિટલ માટે ખસેડાય હતી
Jamnagar Rain: જામનગરના લાલપુરમાં ફરી આફતનો વરસાદ
હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે. જામનગરમાં પણ સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં 13ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તાર જળમગ્ન બન્યાં છે
Vadodara Rain: વડોદરામાં ભારે પવન સાથે વડોદરામાં ધોધમાર વરસાદ
આજવા ડેમના દરવાજા ખોલાતા વડોદરા શહેર જળમગ્ન બની ગયું છે. જો કે આજવાના દરવાજા બંધ થયા બાદ પણ શહેરમાં પાણી ન ઓસરતા જનજીવન પ્રભાવિત થયું છે. સતત વરસાદના કારણે અનેક શોપિંગ સેંટર, દુકાન અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ છે. અનેક ઠેકાણે હજુ પણ કેડથી ગળાડૂબ પાણી હોવાથી શહેરીજનો હાલાકી ભોગવી રહ્યાં છે. શહેરમાં બે દિવસથી લાઇટ પણ ન હોવાથી લોકોની મુશ્ક્લી વધી છે,હજારોની સંખ્યામાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલર પાણીમાં ગરકાવ થઇ ગયા છે, શહેરનો 50 ટકાથી વધુ વિસ્તાર હજુ પણ પાણીમાં ડૂબેલો છે. વડોદરામાં આજે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
