Bhupendrasinh Zala: મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Bhupendrasinh Zala: મહાકૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકો સાથે કરી બેઠક
Bhupendrasinh Jhala bail: ગુજરાત હાઈકોર્ટે BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને કેટલીક શરતોને આધીન નિયમિત જામીન આપ્યા છે. આ નિર્ણય ભૂપેન્દ્રસિંહ માટે મોટી રાહત લઈને આવ્યો છે, જેઓ છેલ્લા 8 મહિનાથી વધુ સમયથી જેલમાં હતા. કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી છે કારણ કે તેમણે રોકાણકારોના નાણા 1 વર્ષની અંદર પરત કરવાની બાંહેધરી આપી છે, જેમાંથી પ્રથમ તબક્કાના ₹5 કરોડ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જમા પણ કરાવી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી રોકાણકારોમાં તેમના પૈસા પરત મળવાની આશા જાગી છે.
BZ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા છે. તેમણે કોર્ટને ખાતરી આપી છે કે તેઓ રોકાણકારોના નાણા 1 વર્ષમાં પરત કરશે. આ માટે, તેમણે GPID કોર્ટ સમક્ષ ₹5 કરોડ જમા કરાવી દીધા છે. બાકીની રકમ તેઓ ચોક્કસ સમયગાળામાં હપ્તાઓમાં ચૂકવશે, જેમાં પ્રથમ મહિને ₹1 કરોડ, બીજા મહિને ₹2 કરોડ, અને ત્રીજા મહિને ₹3 કરોડ જમા કરાવશે. આ હુકમના કારણે ભૂપેન્દ્રસિંહ ઝાલા 8 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. તેમણે પોતાના વતનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પોતાના સમર્થકો સાથે મુલાકાત પણ કરી હતી.


















