લ્યો બોલો! ઇન્ચાર્જ DYSPની ગાડીમાંથી જ મળી આવ્યો 17 પેટી દારૂ, પાંથવાડા પોલીસે કરી કાર્યવાહી
આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ જે રીતે રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી દારુનો જથ્થો ઝડપાઈ છે તેને જોતા આ દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેવી લાગી રહ્યું છે. પાંથાવાડા પોલીસે DYSPની ગાડીમાંથી દારુ ઝડપી પાડ્યો.
બનાસકાંઠા: આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ જે રીતે રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી દારુનો જથ્થો ઝડપાઈ છે તેને જોતા આ દારુબંધી માત્ર કાગળ પર જ હોય તેવી લાગી રહ્યું છે. તો બીજી તરફ આ દારુબંધીનો કડક અમલ થાય તેની જવાબદારી જે પોલીસ માથે છે હવે જો તે જ દારુની હેરાફેરી કરવા લાગે તો શું કહેવું. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર અમદાવાદ CID ક્રાઈમના ઇન્ચાર્જ DYSP પાયલ સોમેશ્વરની ગાડી માંથી 17 પેટી વિદેશી દારૂની પેટીઓ પાંથાવાડા પોલીસે ઝડપી પાડી છે. CID ક્રાઇમના ઇન્ચાર્જ DYSP પાયલ સોમેશ્વર રજા ઉપર હતા ત્યારે તેમની સરકારી ગાડી લઈને તેમનો ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી તેના ભાઈ જયેશ ચૌધરી સાથે રાજસ્થાન દારૂ ભરવા આવ્યો હતો. પાંથાવાડા પોલીસે 17 પેટી દારૂ ભરેલી ગાડી સાથે 2 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
4 જૂનના રોજ રોજ રાત્રીની સમયે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના વાઘોર ચાર રસ્તા મુકામે CID ક્રાઇમ અમદાવાદના સરકારી ગાડીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિષ્ણુ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ ત્યારે તકનો લાભ ઉઠાવ્યો જ્યારે નાયબ પોલીસ અધીક્ષક લાંબી રજા પર હોય તે દરમ્યાન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષકની નજર ચુકવીને તેમની સરકારી બોલેરો ગાડી નં GJ 18 G 5698માં અન્ય એક ઇસમને બેસાડી રાજસ્થાન પહોંચી ગયા હતા.જ્યાં ભારતીય બનાવટના વિદેશી દારુની કૂલ બોટલ નંગ 294 બોટલ કારમાં ભરી હતી જેની કિમત રૂપિયા 1,21,140 થાય છે. જો કે તેઓ દારુ લઈને પરત ફરે તે પહેલા જ બન્નેને પાંથાવાડા પોલીસે પકડી પાડ્યા હતા.
સુરતઃ 27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર
સુરતઃ સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું.
લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
અન્ય એક ઘટનામાં ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી, ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.