શોધખોળ કરો
Advertisement
એક જ દિવસમાં ગુજરાતના કયા શહેરમાં 17 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું, જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં કોરોના કહેર હજુપણ યતાવત છે ત્યારે ગઈકાલ રાતથી લઈને આજે સવાર સુધીમાં ભાવનગરમાં 17 નવા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.
ગઈકાલ રાતથી ભાવનગરમાં આજે સવાર સુધીમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. એકસાથે નવા 17 પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હચમચી ગયું છે. એકસાથે નવા 17 કેસ એક દિવસમાં નોંધાયા હોવાની ભાવનગર માટે પ્રથમ ઘટના છે. એક જ દિવસમાં આટલા બંધા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 17 નવા કેસ અંગે મનપા કમિશનર એમ.એ. ગાંધીએ સત્તાવાર રીતે માહિતી આપી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગરમાં નવા 17 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. મહાનગરપાલિકા વિસ્તારમાં એકસાતે નવા 17 કેસ નોંધાતાં તંત્રમાં હડકંપ મચી ગયો છે. 17 નવા કેસ સાથે ભાવનગરનો કુલ આંકડો 73 પર પહોંચ્યો છે.
ભાવનગરમાં હાલ 73 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 23 લોકોને સ્વાસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement