શોધખોળ કરો

આ શહેરમાં રખડતા ઢોરે નિર્દોષ યુવકનો લીધો જીવ, પરિવારમાં શોકનો માહોલ

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકોની ફરિયાદ છતા તંત્ર કોઈ પગલા લેતુ નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરે નિર્દોષ યુવકનો જીવ લીધો છે.

પાટણ: રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. વારંવાર લોકોની ફરિયાદ છતા તંત્ર કોઈ પગલા લેતુ નથી, જેના કારણે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડે છે. હવે રાધનપુરમાં રખડતા ઢોરે નિર્દોષ યુવકનો જીવ લીધો છે. 18 વર્ષીય યુવકને આખલાએ અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે રાધનપુર શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આખલાએ યુવક પર હુમલો કર્યો હતો ત્યાર યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું. યુવકના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે.

ભાવનગર વલ્લભીપુર રોડ પર ટ્રકની અડફેટે દંપત્તિનું મૃત્યુ, પાંચ વર્ષના બાળકનો બચાવ

Bhavnagar : ભાવનગર જિલ્લામાં ભાવનગર વલ્લભીપુર  રોડ પર થયેલા એક અકસ્માતમાં દંપત્તિનું ઘટનાસ્થળે  મોત નીપજ્યું છે, જયારે પાંચ વર્ષના એક બાળકનો આબાદ બચાવ થયો છે. આ દંપત્તિ દડવા રાંદલ મંદિરે દર્શન કરીને ભાવનગર વલભીપુર રોડ પરથી સિહોર જય રહ્યાં હતા ત્યારે ટ્રકે આ દંપત્તિના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશભાઈ કમાણી ઉંમર વર્ષ 30  અને તેમના પત્ની પાયલબેન કમાણી ઉંમર વર્ષ 26નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જયારે તેમની સાથે રહેલા પાંચ વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે. 

વલ્લભીપુર  પાસે આવેલ સીતારામ પંપ નજીક થયેલા આ અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ અકસમાત સર્જનાર ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે. પોલીસે મૃતક દંપત્તિના મૃતદેહને વલ્લભીપુર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તાપસ હાથ ધરી છે. 

રાજકોટ : સ્કૂલની વાનનો અકસ્માત, પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત
જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે થયો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે સામેની કારના 9 પણ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

રાજકોટઃ સામેથી આવતી ટ્રકમાં યુવકે ઘૂસાડી દીધું એક્ટિવા
ધોરાજીમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક બનેલી ઘટના. એકટીવા ચાલકને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમા ખસેડાયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget