Cold Wave: હવે કૉલ્ડવેવ સાથે માવઠું થશે, રાજ્યમાં ક્યાં અને ક્યારે પડશે કમોસમી વરસાદ ? જાણો શું કહે છે હવામાનકારો
Cold Wave Alert: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, 21થી 24 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે
Cold Wave Alert: છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં કૉલ્ડવેવની સ્થિતિ સર્જાઇ છે, કાતિલ ઠંડીના ચમકારા સાથે હવે માવઠાને લઇને પણ સમાચારો સામે આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન એક્સપર્ટ આ મહિનામાં માવઠાને લઇને આગાહી કરી ચૂક્યા છે. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલના મતે રાજ્યમાં 21 થી 24 ડિસેમ્બરની વચ્ચે માવઠું થઇ શકે છે.
હવામાન નિષ્ણાતોના મતે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું મોજુ ફરી વળશે, અને કૉલ્ડવેડ સાથે કેટલાક વિસ્તારોમાં માવઠુ થશે. આગામી 21 થી 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે, અને તે અત્યારે પ્રબળ બનતી દેખાઇ રહી છે. જો રાજ્યમાં માવઠું થાય છે તો ખેડૂતો અને ખેતીને નુકસાનની પણ શક્યતાઓ ઉભી થશે. અત્યારે સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાનનો પાર સતત ઘટી રહ્યો છે. આજે પણ ફરી એકવાર નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે.
પરેશ ગોસ્વામીનું અનુમાન -
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, 21થી 24 તારીખ દરમિયાન રાજ્યના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતાઓ છે. હાલ માવઠાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે. ઠંડી અંગે તેમણે જણાવ્યું કે, છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ 2020 અને 2022માં સામાન્ય કરતાં વધુ ઠંડી જોવા મળી હતી. તેવી જ રીતે ચાલુ વર્ષે થવા જઈ રહ્યું છે. અત્યારે ચાલી રહેલો ડિસેમ્બર મહિનો આ અગાઉના બે વર્ષના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. 18-19 તારીખથી હાલ છે એના કરતાં ઠંડી વધવાની શક્યતાઓ છે. 31 તારીખ સુધીમાં તો ઠંડી 2020 અને 2022ના રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે. ઠંડીની સાથે પવનની ગતિ પણ વધારે છે. 18-19 તારીખથી ફરી ઠંડીનો નવો રાઉન્ડ ચાલુ થવાનો છે. હજુ પણ ડિસેમ્બર મહિનામાં વધુ ઠંડી નોંધાવવાની શક્યતાઓ છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર કરતાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે.
અંબાલાલનું ઠંડી પર મોટુ અપડેટ -
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી ઘટવાને લઇને મોટુ અપડેટ આપતા જણાવ્યુ છે, આગામી 17 ડિસેમ્બર બાદ ઠંડીનુ જોર ઓછુ થશે. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો આવશે. જોકે, સવારના સમયે કડકડતી ઠંડી યથાવત રહેશે. આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 10 ડિગ્રી જેટલુ તાપમાન રહેશે, જ્યારે પંચમહાલમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.
રાજ્યમાં અત્યારે કાતિલ ઠંડીનો ચમકારો યથાવત
રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો સતત વધી રહ્યો છે, અત્યારે કાતિલ ઠંડીથી સમગ્ર ગુજરત ઠુંઠવાયું છે, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો છે, આ સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યુ છે. આ શીતલહેરમાં અમદાવાદીઓ પણ ઠુંઠવાયા છે, અમદાવાદમાં દિવસ દરમિયાન પવન ફૂંકાતા અનુભવાયો ઠંડીનો ચમકારો રહેશે. આ ઉપરાંત રાજકોટમાં સતત ત્રીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહ્યું છે. રાજ્યના 12 શહેરમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ છે. મહત્વનું છે કે, હજુ પણ આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઇપણ ફેરફાર નહીં થાય.
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેર પડવાનો નથી, અને ઠંડી વધી શકે છે. રાજ્યમાં તાપમાનનો પારો હજુપણ નીચે જઇ શકે છે. હાલના દિવસોમાં નલિયા અને રાજકોટમાં ઓછું તાપમાન નોંધાયું છે, કૉલ્ડવેવની અસર જોવા મળી છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારમાં કૉલ્ડવેવની આગાહી કરાઈ છે. ઉત્તર-પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડી વધી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થશે એટલે કે લોકોએ ઠંડી સહન કરવી પડશે. છેલ્લા બે દિવસથી દિવસ દરમિયાન પણ ઠંડા પવન ફૂંકાવાને કારણે લોકો ઠંડીનો સામનો કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે.
આ ઉપરાંત રાજ્યમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. તેમના મતે ડિસેમ્બર મહિનામાં બીજીવાર વાવાઝોડાનું સંકટ પેદા થયું છે. અંબાલાલ પટેલની આગાહી છે કે, 23 ડિસેમ્બરથી ગાત્રો થીજવતી ઠંડી પડશે. 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળ વાયુ આવવાથી અરબ સાગરમાં લૉ પ્રેશર બનવાની શક્યતા રહેશે તેવુ પણ તેમણે જણાવ્યું. આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં કૉલ્ડવેવની આગાહી છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના તાપમાનમાં હજી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.
આ પણ વાંચો
Winter Cold: ગુજરાતમાં આ તારીખથી ઠંડી તમામ રેકોર્ડ તોડશે, પરેશ ગોસ્વામીની હાડ ગાળતી ઠંડીની આગાહી