Chotaudepur: ભારત માલા પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલ 12 મહિલાઓ સહિત 23 લોકોની પોલીસે કરી અટકાયત
છોટાઉદેપુર: ભારત માલા પ્રોજેક્ટને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. હવે આ મામલે વિરોધ કરી રહેલા 23 લોકોની અટકાયત કરવામાં આવી છે. છોટાઉદેપુરના મંડલવા ગામે જમીન સર્વે કરવા ગયેલા SDM અને પોલીસ સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો.
છોટાઉદેપુર: ભારત માલા પ્રોજેક્ટને લઈને ફરી વિવાદ સામે આવ્યો છે. હવે આ મામલે વિરોધ કરી રહેલા 23 લોકોની અટકાયત કરવામાં આવી છે. છોટાઉદેપુરના મંડલવા ગામે જમીન સર્વે કરવા ગયેલા SDM અને પોલીસ સામે ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેતીની જમીન રોડમાં જતી હોય જમીન માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં 12 મહિલા અને 11 પુરુષોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં વધુ એક પુલ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો
તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો. મળતી જાણકારી અનુસાર, તાપીના વ્યારા-વાલોડને જોડતો પુલ ધરાશાયી થયો હતો. આ પુલ માયપુર ગામ અને દેગામાને જોડતો હતો. પુલના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થતા લોકોમાં રોષ ઠાલવ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો ગામનો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતા તંત્ર અને એજન્સી વચ્ચેનો ભ્રષ્ટચારનો પોપડો બહાર આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું, આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાશાયી થવાના કારણે 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો હતો.
નોંધનીય છે કે અમદાવાદમા પણ હાટકેશ્વર બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેના કારણે 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ હતું. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો.