શોધખોળ કરો
Advertisement
બનાસકાંઠા: પાલનપુરમાં મકાનની દિવાલ ધરાશાયી થતાં 3 લોકોનાં નિપજ્યાં મોત, ઘટનાસ્થળે ટોળેટોળાં દોડી આવ્યા
બનાસકાંઠાના પાલનપુરમાં દિવાલ ધરાશાયી થઈ છે જેના કાટમાણમાં કેટલાક લોકો દટાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ 4 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 3 લોકોનાં મોત નિપજ્યાં
બનાસકાંઠાના પાલનપુરમાં એક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે. તાલુકાના સેજલપુરા ગામમાં મકાનની દિવાલ અચાનક પડતાં 4 લોકો દટાયા હતા જેમાંથી 3 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત છે. મહત્વની વાત એ છે કે, કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
બનાસકાંઠાના પાલનપુરમાં દિવાલ ધરાશાયી થઈ છે જેના કાટમાણમાં કેટલાક લોકો દટાયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ 4 લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા હતા જેમાંથી 3 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
દિવાલ ધરાશાયી થતાં બે બાળકો અને એક મહિલાનું મોત નિપજ્યું છે. હજુ વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પાલનપુરના સેજલપુરામાં મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટના બનતાં જ નજીકના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને બચાવકામીગીરી શરૂ કરી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement