Gujarat Rain Update : દ્રારકા પર મેઘરાજા મહેરબાન, 3 કલાકમાં 2 ઇંચથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન
Gujrat Rain Update : રાજ્ય પર વરસાદ લાવતી ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી મેઘરાજાએ જમાવટ કરી છે. સૌથી વધુ દ્વારકામાં વરસાદ વરસ્યો છે. જાણીએ અપડેટ્સ

Gujrat Rain Update : હવામાન વિભાગે આગામી 6 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે સવારથી દ્વારકા પર મેઘરાજા મહેબાન થયા છે. દ્વારકા સહિતના આસપાસના વિસ્તારમાં સવારથી અત્યાર સુધીમાં સવા 2 ઇંચ વરસાદ વરસતાં ખેતરો અને રોડ રસ્તા પર પાણી ભરાયા છે. દ્વારકામાં સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનિય છે કે, ગઈકાલે કલ્યાણપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, આજે 4 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 29.89 ટકા વરસાદ વરસી ચુક્યો છે..જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધ 32.17 ટકા વરસાદ વરસી ચુક્યો છે..જ્યારે મધ્ય ગુજરાતમાં 31.30 ટકા વરસાદ વરસ્યો છે.સૌરાષ્ટ્ર ઝોનમાં 31.25 ટકા, કચ્છમાં26.16 ટકા અને ઉત્તર ગુજરાતમાં 21.91 ટકા વરસાદ વરસી ચુક્યો છે..રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સિઝનનો અત્યાર સુધી 49.1 ટકા વરસાદ ખાબકી ચુક્યો છે.
ગુજરાતમાં જોરદાર ચોમાસું જામ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી લગભગ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં લોપ્રેશર એરિયા બન્યું છે. જે આગળ વધતા ગુજરાતમાં તેની સારી અસર થશે. જે રાજ્યમાં વરસાદ લાવશે. રાજ્ય પર વરસાદ લાવતી હાલ ત્રણ સિસ્ટમ એક્ટિવ છે. જેમાં પાકિસ્તાનની પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. તો બંગાળની ખાડીમાં લો પ્રેશન એરિયા સર્જાયો છે અને તો એક ટ્રફ રેખા ગુજરાત પરથી પસાર થઇ રહી છે. જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધશે. નોંધનિય છે કે, આવતી કાલથી સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઇ શકે છે. ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર વધશે અને બંને ઝોનના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારિ વરસાદનું અનુમાન છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન છે. મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.





















