શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતમાં કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ, ત્રણેયને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા
ગુજરાતમાં ચીનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોનું જે તે જિલ્લામાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. મહેસાણામાં કોરોના વાઈરસનો એક અને સાબરકાંઠામાં બે શંકાસ્પદ કેસ સામે આવ્યાં.
ઉત્તર ગુજરાત: ચીનમાં પ્રસરેલા કોરોના વાયરસને કારણે ગત 13 જાન્યુઆરીએ વતન પરત ફરેલી મહેસાણાની મેડિકલની વિદ્યાર્થિનીને સ્ક્રિનિંગ બાદ ઘરે લઈ ગયા હતા ત્યાર બાદ ખાંસી અને તાવની ફરિયાદ ઉઠતાં સિવિલમાં બનાવેલા આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હતી. અહીં તેનો રિપોર્ટ કરાવી પૂણે લેબમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યારે સાબરકાંઠાના બે વિદ્યાર્થી સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતાં તેમને પણ આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાના 42 અને સાબરકાંઠા જિલ્લાના 5 છાત્રોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.
મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સોનીએ કહ્યું હતું કે, રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કહી શકાય. હાલ યુવતી આઈસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં છે. હાલ મેડિકલ અને પેરામેડિકલ ટીમ ચીનથી આવેલા તમામ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે.
ગુજરાતમાં ચીનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સહિત મુસાફરોનું જે તે જિલ્લામાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 514 લોકોનું ચેકઅપ થઈ ચૂક્યું છે જેમાં કોઈને તકલીફ જણાઈ નહોતી. સોમવારે બનાસકાંઠામાં 42, સાબરકાઠામાં 5 સહિત રાજ્યના 217 મુસાફરોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકારથી અહીં રહેતા છાત્રો, વેપારીઓ, કંપનીઓમાં જોબ કરતાં કર્મચારીઓ વગેરે ભારત પરત આવી રહ્યા છે. જેને લઇ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચીનથી પરત આવતા મુસાફરોનું પ્રત્યેક જિલ્લામાં મેડિકલ ટીમ દ્વારા સ્ક્રિનિંગ કરાઇ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement