(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain Update: રાજસ્થાનમાં ભારે વરસાદથી બનાસકાંઠાના આ ગામમાં ઘુસ્યું પાણી, 3 યુવકો ડૂબ્યા, એકનું મોત
Gujarat Rain Update: બનાસકાંઠાના ધાનેરાના વિંછીવાડી ગામમાં 3 યુવાનો પાણીનાં ડૂબ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે એક યુવકને એનડીઆરફની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો.
Gujarat Rain Update: બનાસકાંઠાના ધાનેરાના વિંછીવાડી ગામમાં 3 યુવાનો પાણીનાં ડૂબ્યા હતા. જેમાંથી બે યુવકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે એક યુવકને એનડીઆરફની ટીમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. અડધો કલાક રેસ્ક્યુ કરી એનડીઆરએફની ટીમે યુવકને બહાર કાઢ્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત થયું. યુવકને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા બાદ યુવકનું મોત થયું. રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી વીંછીવાડી ગામે પાણી ઘુસ્યું હતું. યુવકના મૃતદેહને પીએમ અર્થે ધાનેરા રેફરલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ભારે વરસાદને પગલે 10 ગામને જોડતો રસ્તો ધોવાઈ જતા વાહનવ્યવહાર ઠપ
બે દિવસથી બનાસકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. ખેતરો તળાવમાં ફેરવાયા છે તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ભારે વરસાદ અને પવનના કારણે ભારે નુકશાન થયું છે. તો બીજી તરફ આજે ધાનેરાના બાપલાથી કુંડી જતો રોડ ધોવાઈ ગયો છે. ભારે પાણીની આવકના કારણે રોડ તૂટી ગયો હતો. તમને જણાવી દઈએ કે, 10થી વધારે ગામડાંઓને જોડતો રોડ તૂટતા વાહન વહેવાર ઠપ થઈ ગયો છે. મોડી રાતે તોફાની વરસાદ બાદ રોડ રસ્તા તૂટ્યા છે. અનેક ગામડાંઓમાં અવરજવર કરવી મુશ્કેલ બની છે.
વરસાદથી જડિયા ગામના હાલ બેહાલ
ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદથી પાટણ અને બનાસકાંઠામા ભારે તબાહી સર્જાઇ છે. બનાસકાંઠાના હાલ બેહાલ થયા છે. અહીં ધાનેરા તાલુકામાં એક ગામમાં પાણીની સ્તર સતત વધતાં ઘરોમાં પાણી ઘૂસી ગયુ છે અને પશુઓના પણ મોત થયાના સમાચાર સામે આવ્યા છે.