સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા
ગીરસોમનાથ જિલ્લામાં અકસ્માતની ભયાનક ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના મોત થયા છે.
ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લામાં અકસ્માતની ભયાનક ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સોમનાથ-ઉના હાઇવે પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ઊના તરફથી આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાંથી ત્રણ યુવકોના મોત થયા છે. કોડિનારનના ડોળાસા નજીક દુર્ઘટના બની હતી. યુવાનોને કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
કોડિનારના ડોળાસા નજીક અકસ્માતની ઘટના બની
આ ભયાનક અસ્માતની ઘટના ઉના સોમનાથ હાઈવે પર કોડિનારના ડોળાસા નજીક બની હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તને 108 ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા.
આ અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારના પતરા કાપીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગેલ બનાવના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ 108 પણ સ્થળ પર પહોંચી હતી.
પાટણના સમીમાં બે કાર અને ઈક્કો અથડાતા બે લોકોના કરૂણ મોત થયા હતા
પાટણ જિલ્લાના સમી તાલુકામાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત થયા હતા. સમીના ઝીલવાણા અને કઠીવાડા વચ્ચે બનેલી આ દુર્ઘટનામાં બે કાર અને એક ઈક્કો વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માતની વિગતો મુજબ, બે કાર અને એક ઈક્કો એકબીજા સાથે અથડાઈ હતી, જેના પરિણામે કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંને મૃતકો શંખેશ્વર તાલુકાના રહેવાસી હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આ ઘટના ફરી એકવાર માર્ગ સલામતીના મહત્વ પર ભાર મૂકે છે. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું કેટલું જરૂરી છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.