શોધખોળ કરો
Advertisement
અમરેલીઃ ધારીના છતડીયા ગામમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગતે
અમરેલી જિલ્લા પર આ વખતે મેઘરાજા સારા મહેરબાન થયા છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. જિલ્લાના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે.
અમરેલીઃ અમરેલી જિલ્લા પર આ વખતે મેઘરાજા સારા મહેરબાન થયા છે. સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે. જિલ્લાના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે. દરમિયાના આજે ધારીના છતડીયા ગામમા બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે ગામની ખડ ખડ નદી અને વડલાવાળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ખડ ખડ નદીની ઉપરવાસનો ચેકડેમનો પાળો તૂટી ગયો હતો.
લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે હરિપર ગામના ખેડૂતોમાં પાણી ભરાયા હતા. જેના કારણે ખેતરોમાં પાણીનું વોકળું શરૂ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ રહેશે તો ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મહેરબાન થયા છે. જેના કારણે આજે બે નદીમાં પુર આવ્યું હતું. ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
પંચકૂલા હિંસાઃ કોર્ટમાં વકીલે કરી એવી દલીલ કે હનીપ્રીતને લાગ્યો ઝટકો, હજુ રહેવું પડશે જેલમાં
નવો મોટર વ્હીકલ એક્ટઃ સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા મીમ્સ જોઈને ખડખડાટ હસી પડશો
ખર્ચમાં ઘટાડો કરવા BSNL 80,000 કર્મચારીઓને આપશે VRS, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion