શોધખોળ કરો
અમદાવાદની હોટલમાં સ્વામીને યુવતીને મળવું ભારે પડ્યું? જાણો કેમ
જૂનાગઢના માંગરોળમાં હનીટ્રેપને લઈને ગોપાલચરણ પ્રેમવતીનંદન દાસજીએ ફરિયાદ નોંધાવી છે. સ્વામી અને મહિલા ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં

જૂનાગઢ: હાલ હનીટ્રેપનો એક મામલો ચર્ચામાં આવ્યો છે. નવરંગપુરાની હનીબની હોટેલમાં સ્વામી બિભસ્ત ક્લિપ ઉતારી લીધી હતી જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો ઉતારીને સ્વામીને બ્લેકમેઈલ કરવામાં આવતાં હતાં જેને લઈને સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદન દાસજીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે.
જૂનાગઢના માંગરોળમાં હનીટ્રેપને લઈને ગોપાલચરણ પ્રેમવતીનંદન દાસજીએ ફરિયાદ નોંધાવી છે. સ્વામીની બિભસ્ત ક્લીપ ઉતારીને બ્લેકમેલ કર્યાંની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈને પોલીસે તપાસ કરી હતી અને 4 શખ્સોની ધરપકડ કરી હતી.
સ્વામીનો બિભત્સ વીડિયો ઉતારીને 4 શખ્સો 50 લાખની માગ કરી રહ્યાં હતાં. અમદાવાદની હનીબની હોટલમાં વીડિયો ઉતાર્યાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતનની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, સ્વામી ગોપાલચરણ અને મહિલા ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતાં ત્યાર બાદ બન્ને વચ્ચે વાતચીત ચાલતી હતી. ત્યાર બાદ બન્નેએ મળવાનું નક્કી કર્યું હતું. મહિલા અને સ્વામી અમદાવાદના નવરંગપુરાની હનીબની હોટલમાં મળ્યાં હતાં.



વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement
