શોધખોળ કરો
Advertisement
મહેસાણા: ખેરાલુ રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં સર્જાયો અકસ્માત, ઘટનાસ્થળે 5 લોકોનાં મોત
મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર જતાં અદિતપુર પાસે જીપને ગંભીર અકસ્માત સર્જાયો હતો અને લોકોનાં કહેવા પ્રમાણે જીપમાં સવાર તમામ લોકો મજૂર હતા
મહેસાણા: વહેલી સવારે મહેસાણામાં એક ગમ્ખ્વાર અકસ્માત સર્જાયો હતો. ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર રોડ પર પૂરપાટ ઝડપે જતી એક જીપ રાતે અંધારામાં ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે, અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. જ્યારે 12 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે, મહેસાણાના ખેરાલુના મલેકપુરથી સિદ્ધપુર જતાં અદિતપુર પાસે જીપને ગંભીર અકસ્માત સર્જાયો હતો અને લોકોનાં કહેવા પ્રમાણે જીપમાં સવાર તમામ લોકો મજૂર હતા અને તેઓ ખેડબ્રહ્માના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. 20થી 27 વર્ષ સુધીના ચાર લોકોના મોત નિપજ્યાં જ્યારે સાત વર્ષની એક બાળકીનો પણ સમાવેશ થાય છે.
જીપમાં અંદાજે 20 જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકો લોકોના જણાવ્યા પ્રમાણે, જીપ ડ્રાઈવર જીપ ફૂલ સ્પીડમાં દોડાવી રહ્યો હતો અને વહેલી સવારે કદાચ ઝોકું આવવાને કારણે કે પછી સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતોઆ અકસ્માત બાદ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion