Cyclone Ditwah: ખતરનાક વાવાઝોડું દિતવાહ વધી રહ્યું છે આગળ, હવામાન વિભાગે 5 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ચક્રવાતી તોફાન દિતવાહ શ્રીલંકા અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.

Cyclone Ditwah: હવામાન વિભાગની આગાહી અનુસાર, ચક્રવાતી તોફાન દિતવાહ શ્રીલંકા અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકિનારા ચક્રવાતી વાવાઝોડાની દેખરેખ હેઠળ છે. 30 નવેમ્બરની શરૂઆતમાં આ સિસ્ટમ દરિયાકાંઠાની નજીકથી પસાર થવાની ધારણા છે. ચક્રવાતી વાવાઝોડું દિતવાહ ટૂંક સમયમાં તમિલનાડુ-આંધ્રપ્રદેશ-પુડુચેરી કિનારા સુધી પહોંચવાની ધારણા છે. ચક્રવાતી તોફાન દિતવાહ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે ચેતવણી જારી કરી
• ઘરની અંદર રહો અને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહો.
• સત્તાવાર જાહેરાતનું પાલન કરો અને અફવાઓ ફેલાવવાનું ટાળો.
• માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે.
Cyclonic Storm DITWAH Alert ⚠️
— India Meteorological Department (@Indiametdept) November 28, 2025
North Tamil Nadu, Puducherry, and the beaches of South Andhra Pradesh are under cyclone watch as Cyclonic Storm DITWAH moves north-northwest across Sri Lanka and the southwest Bay of Bengal. The system is expected to cross near the coast by early… pic.twitter.com/xf1shIkeed
દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને નજીકના શ્રીલંકાના કિનારા પર વધુ એક ઊંડો દબાણ સર્જાયું છે. આ કારણે, તામિલનાડુમાં 29-30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 28 અને 29 નવેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની સંભાવના છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ
IMD એ 1 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. દરિયામાં પહેલેથી જ રહેલી બોટોને તાત્કાલિક સલામત સ્થળોએ જવાની સલાહ આપવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી છે.
કેરળ અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. 30 નવેમ્બરે ડિસેમ્બરના રોજ તેલંગાણામાં ભારે વરસાદની આગાહી છે.તોફાનને કારણે, વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં 60-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
શનિવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક સ્થળોએ 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. જ્યારે 30 નવેમ્બરના રોજ વરસાદ થોડો ઓછો થવાની ધારણા છે, પરંતુ છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં શુક્રવારથી વરસાદ શરૂ થવાની ધારણા છે. 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.



















