શોધખોળ કરો
Advertisement
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક કાર ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. મૃતક પાસેથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું હતું.
ખેડા: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચથી અમદાવાદ જતી કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી જેમાં 5 લોકોનાં મોત નિપજ્યાં હતાં. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત બાદ જાણ કરાતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ મામલે મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચનાં પાંચ લોકો અમદાવાદ આવી રહ્યાં હતા.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક કાર ટ્રેલરના પાછળના ભાગે અથડાઈ હતી. માકવા ગામ પાસે આગળ જતાં ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા.
મૃતક પાસેથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું હતું. જેમાં હિંમતનગરનાં જોશી પ્રજ્ઞેશકુમારનું નામ છે. કાર એટલી જોરથી અથડાઈ હતી કે તેની આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દેશ
Advertisement