અમરેલી: લાઠીના દુધાળામાં નારણ સરોવરમાં 5 કિશોરો ડૂબી જતા મોત, પરિવારમાં માતમ
અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં આજે બપોરના 12 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા.
અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં આજે બપોરના 12 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ પાંચ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેમના પરિવારજનોમાં માતમ છવાયો છે.
લાંબી શોધખોળ બાદ પાંચેય કિશોરોના મૃતદેહો મળી આવતા પરિવાર માતમ છે. મામલતદાર,પોલીસ,સહિત તરવૈયાની ટીમો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચેય યુવકો આજે બપોરે 12 વાગ્યાના આસપાસ નારણ સરોવરમાં ડૂબ્યા હતા. તમામ કિશોરો અહીં બપોરના સમયે નાહવા પડતા ડૂબ્યા હોવાનુ સામે આવ્યું છે.
પાંચેય કિશોરના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા
1)વિશાલભાઈ મનીષભાઈ મેર ઉંમર વર્ષ 16
2)નમનભાઈ અજયભાઇ ડાભી ઉંમર વર્ષ 16
3)રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ ઉંમર વર્ષ 16
4)મિત ભાવેશભાઈ ગળથીયા ઉંમર વર્ષ 17
5) હરેશભાઇ મથુરભાઈ મોરી ઉમર વર્ષ 18
તમામ કિશોર રહેવાસી લાઠી જિલ્લો- અમરેલીના છે.
દુધાળા ગામના નારણ સરોવરમાં આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો નારાયણ સરોવર પહોંચી ગયા હતા. કિશોરો ડૂબ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા અગ્રણીઓ સહિતના લોકો અહીં આવી મદદ કરી રહ્યા હતા. ન્હાવા પડેલા તમામ કિશોર વયના હતા. અમરેલી જિલ્લાના લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના 1 વાગ્યા આસપાસ 5 કિશોરો ન્હાવા આવ્યા હતા. ત્યારે આ કિશોરો પાણીમાં ડૂબી ગયા હતા. જેથી તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આ તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યાં છે. કિશોરોના મોતના પગલે તેના પરિવારજનોમાં માતમ છવાયો છે.
તંત્રના અધિકારીઓ સહિત તરવૈયાઓ મારફતે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તમામ કિશોરના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ ઇન્ચાર્જ મામલતદાર સહિત સ્થાનીક પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. 12 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. તરવૈયાઓ લાંબી શોધખોળ કર્યા બાદ તમામના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાને લઈ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.