શોધખોળ કરો
Advertisement
ખેડા: કપડવંજની સંગમ નદીમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબવાથી 4 યુવકોના મોત
ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે.
કપડવંજ: સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવને પગલે ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અનેક લોકો પાણીમાં ડૂબવાને કારણે મોતને ભેટી રહ્યા છે. ખેડા જીલ્લાના કપડવંજમાં પણ કેટલાક લોકોએ ગણેશ વિસર્જન કર્યું હતું. આ સમયે કપડવંજ નજીક આવેલી સંગમ નદીમાં ગણેશ વિસર્જન સમયે પાંચ યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. સંગમ નદીમાં ડૂબવાના કારણે 4 યુવકોના મોત થયા છે.
ગણપતિ વિસર્જન સમયે પાંચ યુવકો પાણીમાં તણાઈ ગયા હતા, જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય ચારમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ સ્થળ પર પહોંચી હતી. હાલ ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement