દલિત સંગઠન 500 કિલો તાંબા-પિત્તળનો સિક્કો નવા સંસદભવનના ખાતમુહુર્ત માટે મોકલશે, જાણો વિગત
સંમેલનમાં એક દેશ એક રાષ્ટ્ર માટે પિત્તળના વાસણોમાંથી વિશ્વનો સૌથી મોટો સિક્કો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
સાણંદના નાની દેવતી ગામે આવેલા દલિત શક્તિ કેન્દ્ર નવસર્જન ટ્રસ્ટ દ્વારા એક દેશ એક રાષ્ટ્રનું રાજ્ય સ્તરનું સંમેલન યોજાયું હતું. જેમાં ડૉ બાબા સાહેબ આંબેડકર દ્વારા તા. 20માર્ચ 1927માં દલિતોને પીવાના પાણીના ભેદભાવ સામે મહાજળ સત્યાગ્રહ કર્યો હતો. જેને આજે શનિવારે 94 વર્ષ પુરા થયા હોય રાજ્ય સ્તરનું સંમેલન યોજવામાં આવ્યું હતું.
સંમેલનમાં એક દેશ એક રાષ્ટ્ર માટે પિત્તળના વાસણોમાંથી વિશ્વનો સૌથી મોટો સિક્કો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સિક્કા માટે દલિત સમાજ દ્વારા 500 કિલોથી વધુ પિત્તળ અને તાંબાનું દાન એકત્ર કરવામાં આવ્યું છે. આ દાનમાં આવેલી વસ્તુઓનો સિક્કો બનાવાશે. અને નવા સંસદભવનના ખાતમુહૂર્તમાં મુકવા માટે અપાશે. રાજ્યના 14 જિલ્લામાંથી અને અન્ય 7 રાજ્યોમાંથી પણ લોકોના માધ્યમથી 500 કિલો તાંબા અને પિત્તળનું દાન એકત્ર કરાયું છે.
કુલ ધાત્તુમાંથી એક મોટો સિક્કો તૈયાર કરવામાં આવશે. જેના પર અસ્પૃશ્યતા નિવારણ માટે જે સપનું 1947માં જોવામાં આવ્યું હતું. તે પૂર્ણ થયું કે, નહીં. તેનો ઉલ્લેખ કરવામાં આવશે. આ સિક્કાનું નામ " ભીમ રુદન’ જાહેર કરવામાં આવ્યું હતું.આ સિક્કાને આગામી તારીખ 15-8-22ના દિવસે દેશની નવી સંસદ બની રહી છે. તેમાં મુકવા માટે યાત્રા કાઢવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
લોકોએ સંસદભવનમાં ખાતમુહૂર્તના સિક્કો બને તે માટે ઘરની થાળી, વાટકી સહિતની સામગ્રીનું દાન કર્યું. ત્યારે દેશ એક રાષ્ટ્ર અને આભડછેટ મુક્ત બને તેવા સંકલ્પ સાથે સિક્કા તૈયાર કરાશે.
ગુજરાતના આ જિલ્લામાં 21 દિવસમાં એક્ટિવસ કેસની સંખ્યા 80% વધી
રાજ્યના આ જિલ્લાની એક જ હોસ્ટેલમાં એક સાથે 39 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ