(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યના આ જિલ્લાની એક જ હોસ્ટેલમાં એક સાથે 39 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા ખળભળાટ
એકસાથે 39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલે અન્ય લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરી છે.
અરવલ્લી-સાબરકાંઠાની સરહદે સહયોગ કૃષ્ઠયજ્ઞ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં એકસાથે 39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચ્યો છે. આ છાત્રાલયમાં અભ્યાસ કરતાં 200 વિદ્યાર્થીઓના મેઢાસણ સામુહિક આરોગ્ય કેંદ્રમાં કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પ્રાથમિક વિભાગના 20 અને માધ્યમિક વિભાગના 19 વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી કેટલાકને હોમ ક્વોરંટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને આશ્રમમાં આવેલી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એકસાથે 39 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગે તકેદારીના પગલે અન્ય લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરી છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1580 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.90 ટકા પર પહોંચ્યો છે. હાલ 7321 એક્ટિવ કેસ છે, જેમાંથી 71 લોકો વેન્ટિલેટર પર અને 7250 લોકો સ્ટેબલ છે.
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4450 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1580 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 443, સુરત કોર્પોરેશનમાં 405, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 109, સુરતમાં 105, ખેડા 31, ભાવનગર કોર્પોરેશન -30, પંચમહાલ 29, સાબરકાંઠા 29, મહેસાણા 28, રાજકોટ 21, વડોદરા 20, દાહોદ 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ગાંધીનગર 15, જામનગર કોર્પોરેશન 13, પાટણ 13, આણંદ 12, જામનગર 12, નર્મદા 12, ભરૂચ 11 અને કચ્છ 10 કેસ નોંધાયા હતા.
ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?
અમદાવાદ કોર્પોરેશનમાં 291, સુરત કોર્પોરેશનમાં 293, વડોદરા કોર્પોરેશનમાં 110, રાજકોટ કોર્પોરેશનમાં 86, સુરતમાં 18, ખેડા 18, ભાવનગર કોર્પોરેશન 14, પંચમહાલમાં 3, સાબરકાંઠા 10, મહેસાણા 11, રાજકોટ 20,વડોદરા 20, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 9 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 989 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,75,238 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 30,48,462 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,96,893 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,16,439 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.