શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દાહોદના તરકડા મહુડી ગામે સામુહિક હત્યાકાંડ, માતા-પિતા અને ચાર બાળકો સહિત 6ની હત્યા, જાણો વિગત
તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જોકે પોલીસ તેમની ઓળખ કરી રહી છે.
![દાહોદના તરકડા મહુડી ગામે સામુહિક હત્યાકાંડ, માતા-પિતા અને ચાર બાળકો સહિત 6ની હત્યા, જાણો વિગત 6 killed including parents and four children In Dahod village દાહોદના તરકડા મહુડી ગામે સામુહિક હત્યાકાંડ, માતા-પિતા અને ચાર બાળકો સહિત 6ની હત્યા, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/29144529/Dahod.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
દાહોદ જિલ્લાના સંજેલી નજીક આવેલા તરકડા મહુડી ગામમાં પતિ-પત્ની અને 4 બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યોની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં જ ગામ લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
દાહોદના એસ.પી. હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના ચાર સંતાનો હોવાની સંભાવના છે. જોકે પોલીસ તેમની ઓળખ કરી રહી છે. ગળા કપાયેલી હાલતમાં મૃતદેહો મળતાં પોલીસ સ્થળ પર પહોંચી છે અને આ મામલે તપાસ કરી રહી છે.
તરકડા મહુડી ગામમાં રહેતો આદિવાસી પરિવાર મજૂરી કામ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પાંચ મૃતદેહ ગામના કાચા મકાનમાંથી મળી આવ્યા જ્યારે એક મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion