શોધખોળ કરો
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
પ્રતિકાત્મક તસવીર
1/6

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સાત દિવસ રાજ્યના તાપમાનનો કોઈ મોટો ફેરફાર થશે નહીં.
2/6

દિવસભર પવન ફુંકાતા નાગરિકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશા તરફના પવન ફુંકાઈ રહ્યા છે. હાલ રાજ્યમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ રહ્યા છે.
3/6

કચ્છ-સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન સામાન્ય રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
4/6

જ્યારે વડોદરામાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી, અમદાવાદમાં 14.6 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી અને સુરતમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
5/6

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતભરમાં હવામાન શુષ્ક રહ્યું હતું. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બાકીના પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.
6/6

કચ્છના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે રહ્યું હતું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચે ગયું હતું.
Published at : 09 Dec 2025 06:37 PM (IST)
આગળ જુઓ
Advertisement





















