શોધખોળ કરો

સાબરકાંઠાના ત્રણ તાલુકાઓમાં 7 ઈંચ જેટલો વરસાદ: હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

વડાલીમાં ચાર કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં બે કલાકમાં 6 ઇંચ અને હિંમતનગર-ઈડરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદને પગલે ત્રણેય તાલુકામાં ખેતરો પાણીથી ફરી વળતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઝરમર વરસાદ વરસ્યા બાદ બુધવારે રાત્રે વડાલી, ઈડર અને હિંમતનગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. વડાલીમાં ચાર કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્મામાં બે કલાકમાં 6 ઇંચ અને હિંમતનગર-ઈડરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. સાર્વત્રિક વરસાદને પગલે ત્રણેય તાલુકામાં ખેતરો પાણીથી ફરી વળતાં ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. મોડાસા, ભિલોડામાં 3 ઈંચ, પોશીનમાં 1.50 ઇંચ અને બાયડમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બુધ અને ગુરુવારે રાતે ખાબકેલા વરસાદને પગલે નદી, વાંઘામાં નવા નીર જોવા મળ્યાં હતાં. નાની સિંચાઇ યોજનાઓ, ચેકડેમ, તળાવો સહિત જિલ્લાના જળાશયોમાં પણ આવક શરૂ થઈ ગઈ હતી. વરસાદને પગલે કોઝવે પરથી પાણી વહેતા થતાં હિંમતનગર તાલુકાના કેટલાંક ગામોનો બપોર સુધી એક તરફી સંપર્ક તૂટી ગયો હતો. પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી. સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વડાલીના સવૈયાનગરમાં રહેતા લોકો નીચાણવાળા વિસ્તારને કારણે હાલાકીમાં મૂકાયા હતા. પાણી ઝૂંપડામાં ઢીંચણસમા ભરાઇ જતાં જે કંઇ પણ હતું તે બગડી ગયું હતું. લોકો સવારે પીવાના પાણી માટે પણ વળખા મારી રહ્યા હતાં. ગુરૂવાર સાંજ સુધીના સાર્વત્રિક વરસાદમાં ઉત્તર ગુજરાતના 8 તાલુકામાં અતિભારે, 7 તાલુકામાં 2થી 3 ઈંચ, 17 તાલુકામાં 1-2 ઇંચ અને 15 તાલુકામાં હળવો વરસાદ રહ્યો હતો. દાંતા, ભાભરમાં 2 ઇંચ, પોશીના, વિજાપુર, જોટાણા, સરસ્વતી અને હારીજમાં દોઢ ઇંચ સુધી, પાલનપુર, ધનસુરા, ચાણસ્મા, બાયડ અને વડગામમાં સવા ઇંચ, ખેરાલુ, પાટણ, બહુચરાજી અને સુઇગામમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો.દાંતીવાડામાં 21, લાખણીમાં 16 મીમી, ધાનેરામાં 15, ડીસામાં 13 મીમી, વડનગરમાં 13 મીમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક સુધી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જેવી સ્થિતિ રહેશે. જેમાં હળવાથી મધ્યમ એટલે 3 ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
Embed widget