શોધખોળ કરો

Gujarat Rain: ધનસુરામાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ,નખત્રાણામાં 7 ઇંચ વરસાદ પડતા શાળા બાદ કોલેજ બંધ

Gujarat Rain Update: અરવલ્લી જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. ધનસુરામાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા જળબંબારની સ્થિતિ બની છે. ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.

Gujarat Rain Update: અરવલ્લી જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. ધનસુરામાં ૪ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા જળબંબારની સ્થિતિ બની છે. ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ભિલોડા નગરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.  ખાડિયા વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને મોટી નુકસાની વેઠવી પડી છે.  આ ઉપરાંત શામળાજી-ઇડર રોડ પર પાણી ફરી વળ્યાં છે. શામળાજી બજારમાં પણ પાણી ભરાયા છે.

નખત્રાણાના ઉખેડામાં 7 ઇંચ જેટલો વરસાદ 

કચ્છ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે. નખત્રાણાના ઉખેડામાં 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વહેલી સવારથી સાંજ સુધીમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ગામના નદી-નાળા છલકાયા છે. ગામની નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી છે. ભારે વરસાદને પગલે કચ્છમાં કોલોજો પણ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ બાદ કોલોજે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 13 અને 14 જુલાઈના બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ભારે વરસાદની આગાહીના પગલે કચ્છ યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રનો આ ડેમ 100 ટકા ભરાતા 2 દરવાજા ખોલવામાં આવ્યા

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તો કેટલાક ડેમ ઓવરફ્લો પણ થયા છે. મોરબીનો મચ્છુ-૩ ડેમ ૧૦૦ % ભરાય ગયો છે. જેના પગલે ડેમના ૨ દરવાજા ૧ ફૂટ ખોલવામાં આવ્યા છે. આગમચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. ડેમમાં પાણીની આવક ૧૫૪૫ કયુસેક થઈ છે. 

ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણી છોડવામાં આવશે. મોરબી અને માળિયા તાલુકાના ૨૦ ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. મોરબીના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુલકા, માનસર, રવાપર નદી,અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુર ગઢ અને સોખડા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે માળીયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, ફતેપર, માળિયા મિયાણા અને હરીપરને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રએ અપીલ કરી છે.

મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. શહેરના સાવસર પ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, ઉમિયા સર્કલ, દલવાડી સર્કલ, સામાકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રગપર, બેલા, જેતપર, અણિયારી, શાપર, પીપળી, રાજપર, શનાળા, મહેન્દ્રનગર સહિતના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
Embed widget