શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 819 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 91.09 ટકા
ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 1020 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 1000થી વધારે કેસ આવી રહ્યા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણના નવા 1020 કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી 1000થી વધારે કેસ આવી રહ્યા છે. રાજ્યમાં આજે કુલ 819 દર્દી સાજા થયા હતા અને 51,191 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 64,68,154 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે.
રાજ્યમાં હાલ 12,340 એક્ટિવ કેસ છે, જ્યારે 1,64,596 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,272 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,80,699 પર પહોંચી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,01,478 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01,397 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
દુનિયા
Advertisement