Sabarkantha: હાથમતી કેનાલમાં બાળક ડૂબ્યો, ફાયર વિભાગે શરૂ કરી શોધખોળ
સાબરકાંઠા: હાથમતી કેનાલમાં બાળક ડૂબ્યો છે. પીપલોદી પાસે હાથમતી કેનાલમાં બાળક ડૂબતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગઈ કાલે સાંજે ઘટના બની હતી. ફાયર વિભાગે મોડી સાંજ સુધી બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.
સાબરકાંઠા: હિમતનગરની હાથમતી કેનાલમાં બાળક ડૂબ્યો છે. પીપલોદી પાસે હાથમતી કેનાલમાં બાળક ડૂબતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગઈ કાલે સાંજે ઘટના બની હતી. ફાયર વિભાગે મોડી સાંજ સુધી બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, કોઈ સફળતા મળી નહોતી. આજે સવારે ફરીથી ફાયર વિભાગે કેનાલમાં શોધખોળ હાથ ધરી છે. બાળક કાટવાડ રોડ પર આવેલ હરીનગરમાં રહતો હોવાની માહિતી સામે આવી છે. 8માં ધોરણમાં ભણતો બાળક ડૂબી જતા શાળા અને પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
અમદાવાદમાં મટકી ફોડવા જતા 16 વર્ષનો કિશોર નીચે પટકાતા મોત
Janmashtami Celebration: શુક્રવારે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન કેટલીક જગ્યા દુર્ઘટના પણ ઘટી છે. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન કિશોરનું મૃત્યુ થયું છે. હનુમાનવાળી પોળના ખાંચામાં આવેલ લાલ પોળમાં ઘટના સામે આવી છે. રાત્રે 1:14 કલાકે આ ઘટના બની હતી. 16 વર્ષીય દેવ પઢીયારનું પટકાઈ જવાથી મૃત્યુ થતા ખુશીના પ્રસંગમાં માતમ છવાયો હતો. હાલમાં દરિયાપુર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી છે.
વડોદરામાં મટકીફોડ કાર્યક્રમમાં દુર્ઘટના
વડોદરામાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન દુર્ઘટના ઘટી છે. વડોદરામાં જન્માષ્ટમી પર્વ પર કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં દુર્ઘટના ઘટી છે. મટકી ફોડતા સમયે બે ગોવિંદા નીચે પટકાયા છે. એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયો છે. યુવક નીચે પટકાતા લોકોના જીવ તાળવે ચોંટયા છે. આ ઘટનામાં કુલ બે ગોવિંદા ઇજાગ્રસ્ત થયા છે. કોર્પોરેશન દ્વારા આયોજિત મટકીફોડ સ્પર્ધામાં આ ઘટના બનતા પાલિકાની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉભા થયા છે.
જન્માષ્ટમીના અવસરે મથુરાના બાંકે બિહારી મંદિરમાં મચી નાસભાગ