શોધખોળ કરો

અમદાવાદમાં કોરોનાને કહેરઃ વધુ 22 વિસ્તારો માઈક્રો કન્ટેઈનેન્ટ જાહેર કરાયા, કુલ સંખ્યા 382એ પહોંચી

ઈકાલે રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા.

અમદાવાદઃ દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં કોરોનાને પ્રકોપ વધતો જઈ રહ્યો છે. અનલોક જાહેરત કર્યા બાદ સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ અમદાવાદમાં પણ એગ્રેસીવ ટેસ્ટિંગ કરવામાં આવતા કોરોનાના કેસમાં અને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની યાદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ગઈકાલે 22 નવા સ્થલોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈકાલે એમસીએ બહાર પાડેલી નવી યાદી અનુસાર કુલ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 382એ પહોંચી ગઈ છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 22 વિસ્તારો/સોસાયટીનો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ જુના 24 વિસ્તારો/સોસાયટીઓને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં હટાવવામાં આવી હતી. નવા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં જેનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં અનોખી એપાર્ટમેન્ટ મણીનગર, હરેકૃષ્ણપાર્ક વટવા, કમલેશ્વરપાર્ક ઘોડાસર, ચંદનનગર નારોલ, રત્નદિપ સોસા. વટવા, વિજયનગર નારોલ, હરિકૃપા એપા. રામોલ, અંબીકાનગર સરખેજ, શ્રીનંદનગર વેજયપુર, સુલય રેસી. સરખેજ, ઓર્ચિડ એલેગાન્સ બોપલ, ઈસ્કોન પ્લેટિનમ બોપલ, શુભ દર્શન જોધપુર, વ્રજભૂમિ રેસી. નરોડા, લક્ષ્મીવિલા નરોડા, મનમંદિર ફ્લેટ ઈન્ડિયા કોલોની, ઓલ્ડ જીવોર્ડ કુબેરનગર, આર્યન ગોતા, શેતુ વાટિકા ગોતા, આઈસીબી પાર્ક ચાંદલોડિયા, ગાંધીપાર્ક વિરાટનગર, બાલાજી એવન્યુ નિકોલ વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં સતત સાતમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1330 કોરોનાના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3123 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16514 એક્ટિવ કેસ છે, જ્યારે 86034 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16425 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 105,671 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 175, અમદાવાદ કોર્પોરેશનમાં 149, સુરત 111, રાજકોટ કોર્પોરેશનમાં 96, જામનગર કોર્પોરેશનમાં 94, વડોદરા કોર્પોરેશનમાં 91, રાજકોટમાં 52, વડોદરામાં 37, કચ્છમાં 35, સુરેન્દ્રનગરમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 31, પંચમહાલમાં 30, મોરબી 27, અમરેલી 24, અમદાવાદ 23, મહેસાણામાં 22, ભરૂચ અને ગાંધીનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Advertisement

વિડિઓઝ

SIR Phase 2 exercise: SIRની કામગીરીની સમયમર્યાદા લંબાવાઈ, 11 ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે ફોર્મ
Varun Patel: સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય રકાસ...: વરૂણ પટેલના પોસ્ટથી રાજનીતિ ગરમાઈ
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Geniben Thakor Allegations: સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ વિભાગ પર ગંભીર આરોપ
Gujarat Police Recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Gujarat Government Transfer: રાજ્ય સરકારમાં મોટા વહીવટી ફેરફારના એંધાણ, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ IAS-IPS....
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
IND vs SA: રોહિત-વિરાટની જોડીએ રચ્યો ઇતિહાસ, સચિન-દ્રવિડનો વર્ષો જૂનો મહારેકોર્ડ તૂટ્યો
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
12 રાજ્યોમાં ચાલતી SIR પ્રક્રિયાને લઈ મોટો નિર્ણય, ચૂંટણી પંચના આ પગલાથી BLO ને મળશે રાહત
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Gujarat Weather: ગુજરાતમાં કઇ તારીખથી વધશે ઠંડી, જાણો આગામી 3 દિવસ કેવું રહેશે હવામાન
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
Rule Change: 1 ડિસેમ્બરથી દેશમાં થશે 6 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
નેશનલ હેરાલ્ડ કેસમાં નવી FIR દાખલ, જાણો કેમ વધી શકે છે રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
FD કરતાં વધુ કમાણી! આ 4 સુરક્ષિત રોકાણ વિકલ્પો દ્વારા તમે મેળવી શકો છો વધુ વ્યાજ
Embed widget