Junagadh: જૂનાગઢમાં દાદા સાથે રમતી બાળકીને દીપડાએ ફાડી ખાતા મોત
જૂનાગઢ: વંથલી નજીક ચાર પગનો આતંક જોવા મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સોનારડી ગામે નદી કાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની માસુમ બાળકીનો ખૂંખાર દીપડાએ શિકાર કર્યો હતો.
જૂનાગઢ: વંથલી નજીક આવેલ સોનારડી ગામે ચાર પગનો આતંક જોવા મળતા હાહાકાર મચી જવા પામી હતી. સમગ્ર ઘટનાની વાત કરીએ તો સોનારડી ગામે નદી કાંઠા વિસ્તારમાં રહેતા એક પરિવારની માસુમ બાળકીનો ખૂંખાર દીપડાએ શિકાર કર્યો હતો. પોતાના દાદાની સાથે રમતી બાળકીનો ખૂંખાર દીપડાએ શિકાર કરતા સમગ્ર વંથલી પંથકમાં અરેરાટી મચી જવા પામી હતી.
બનાવવાની જાણ થતા ગામ લોકો ભેગા મળી દીપડા પાછળ દોડ્યા અને યેન કેન પ્રકારે બાળકીને દીપડાના સકાંજામાંથી છોડાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નિપજી ગયું હતું. ત્યાર બાદ બાળકીના મૃતદેહને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ મામલે વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખૂંખાર દીપડાને પકડવા માટે પાંજરા તે વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યા છે. વધુમાં વન વિભાગ દ્વારા એ પણ કહેવામાં આવ્યું હતું કે નાના બાળકોને પરિવારે શક્ય હોય ત્યાં સુધી એકલા ન છોડવા,, ખાસ તો જે વિસ્તારમાં હિંસક પ્રાણીઓના આટા ફેરા હોય.
જો કે, પરિવારજનો અને ગામલોકોનો વન વિભાગથી ખુબ નારાજ જોવા મળી રહ્યા છે. વન વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વન વિભાગ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પૂર્વે ગામ લોકો દ્વારા દીપડાના આતંક મામલે વન વિભાગને રજૂઆત કરાઈ છતાં પગલાં ન લેવાનો આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
પાટણમાં શિક્ષકની હેવાનિયતનો કિસ્સો આવ્યો સામે
પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકની હેવાનિયતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીને શિક્ષક દ્વારા બેરહેમીથી મારવાની ઘટના પ્રકાશમાં આવી છે, ભોગ બનનાર વિધાર્થીના વાલીગણ દ્વારા રોષ ઠાલવી શાળા સંચાલકને લેખિતમાં રજુઆત કરી શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત અંગે આચાર્ય દ્વારા શિક્ષકની પ્રવૃત્તિ બદલ તપાસ કરી મંડળ સમક્ષ રિપોર્ટ મૂકી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું, તો વિધાર્થીને મારમારનાર શિક્ષક બનાવને પગલે શાળામાંથી રજા પર ઉતરી ગયા હતા.
શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત
પાટણ શહેરની શ્રી.શેઠ. એમ. એન હાઇસ્કુલમાં ધોરણ 8મા અભ્યાસ કરતાવિદ્યાર્થીને ગુરુવારે વર્ગમાં મસ્તી કરવા મામલે શાળામાં ફરજ બજાવતા શિક્ષક મયંક પટેલ દ્વારા બાળકની ભૂલને પ્રેમથી સમજાવવા કે ઠપકો આપવાના બદલે ઢોર માર મારવામાં આવતા ભોગ બનનાર બાળકે ઘરે જઈ પરિવારને જાણ કરતા વાલી રોષે ભરાઈ શાળામાં આવી આચાર્યની ઓફિસમાં શિક્ષક સામે રોષ ઠાલવી તાત્કાલિક શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
કોઈને કહ્યું તોં તને એલસી આપી દઈશ
વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપવામાં આવી
સમગ્ર ઘટના અંગે શાળાના આચાર્યને પુછાતા તેમને જણાવ્યું હતું કે આ મામલે વિદ્યાર્થીના વાલી દ્વારા શાળામાં લેખિત અરજી આપી છે જે શાળા મંડળને આપી બન્ને પક્ષને સાંભળીને ન્યાય મળે તે મુજબ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. વિધાર્થીને મારવારની ઘટનાને સૌ કોઈ ધિક્કારી રહ્યા છે ત્યારે પોતાના વ્હાલસોયા દીકરાને કોઈ મારે ત્યારે માઁનું કાળજું કંપી જતું હોય છે ત્યારે ભોગ બનનાર બાળકની માતા મીડિયા સમક્ષ નિવેદન આપતાં ભાવુક બની ગયા હતા. કારણ કે જયારે કોઈ માતા પિતા પોતાના બાળકને શાળાએ મોકલતા હોય છે ત્યારે ક્યાંક એ આશાએ મોકલતા હોય છે મારું બાળક જે શાળામાં અભ્યાસ અર્થે જાય છે તે શાળાના શિક્ષકો મારા દીકરાના બીજા મા-બાપ છે જેથી એક મા જે રીતે પોતાના બાળકને કોઈ ભૂલ કરે તો પ્રેમથી સમજાવી ઠપકો આપશે પણ આ રીતે ઢોર માર તો નહીં જ મારે. પરંતુ અહીંયા તો શિક્ષક એ તમામ હદ પાર કરી બાળકને ઢોર માર મારવાની ઘટનાથી વાલીગણમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષક પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યું છે.