શોધખોળ કરો

Love Jihad: ખેડામાં લવ જેહાદમાં ફસાયેલી પરિણીતાએ કરી આત્મહત્યા, વિધર્મી યુવક સંબંધ રાખવા આપતો હતો ધમકી

ખેડા: કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષીય પરિણીતાએ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જે બાદ કપડવંજ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી.

ખેડા: કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જે બાદ પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. 25 વર્ષીય પરિણીતાએ નર્મદા નહેરમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું. જે બાદ કપડવંજ રૂરલ પોલીસ મથકે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી. હવે સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. 20.5.23 ના રોજ આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ  નોંધાઈ છે. મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસીસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મોહસીન પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરી ધમકીઓ આપતો હતો. પ્રેમ સબંધ ન રાખે તો બદનામ કરવાની પણ  ધમકી આપી હતી. કપડવંજ રૂરલ પોલીસે મોહસીન અલીને ઝડપી પાડ્યો છે. વિઘર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. આખરે પરિણીતાએ નહેરમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. સામે આવેલી વિગતો અનુસાર મહિલાને ચાર માસનું બાળક પણ છે. મોહસીન અલી પણ પરણિત છે અને બે બાળકો છે . 

ઇન્કમ ટેક્સની રેડના ન્યૂઝ છાપવાની ધમકી આપનારા સામે નોંધાઇ ફરિયાદ

 અમદાવાદમાં વધુ એક યુટ્યૂબર સામે ફરિયાદ નોંધાઇ છે, અમદાવાદના નવરંગપુરામાં પોલીસ સ્ટેશનમાં વિનય દુબે નામ અને પરિધિ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે.  આ બન્ને આરોપીઓએ ઈનકમ ટેકસ રેઇડનાં ન્યૂઝ છાપવાની ધમકી આપી રહ્યાં હતા, હવે આ બન્ને વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ છે. આ બન્નેના નામે વિનય દુબે અને પરિધી છે. આ બન્નેએ 3 કરોડની રકમ માંગી હતી. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વિનય દુબે અને પરિધિ સામે ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીના ઘરે ITની રેડ જે સમાચાર છાપી દેવાની ધમકી આપી હતી. ખાસ વાત છે કે, વિનય દુબે નામનો વ્યક્તિ ઝેડ પ્લસ નામની યુટ્યૂબ ચેનલ ચલાવી રહ્યો છે, અને આની મદદથી તેને ફરિયાદીને બદનામ કરીને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

એસ કે લાંગાને લઈને મોટો ખુલાસો, નિયમ વિરુદ્ધ 20થી 25 હજાર કરોડની જમીન બિલ્ડરોને પધરાવી

ગાંધીનગર: જિલ્લાના તત્કાલીન કલેકટર અને નિવૃત્ત આઈએએસ અધિકારી એસ.કે લાંગા સામે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એસ.કે લાંગા 17 મહિના ગાંધીનગરના કલેકટર રહ્યા હતા અને આ 17 મહિના દરમિયાન તેમણે મહેસુલ વિભાગની અંદાજિત 5900 અને 4 ફાઇલોની અંદર સહી કરી વિવિધ હુકુમો કર્યા હતા. આ હુકુમની અંદર તેમણે નિયમો વિરુદ્ધ જઈ કેટલીક બાબતોની મંજૂરી આપી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. પોતે તેમજ પોતાના મળતીયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવ્યા હોવાની ફરિયાદ નોંધાય છે. 

ટોપ સ્ટોરી

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Gujarat Rain: રાજ્યમાં એક સપ્તાહ સુધી સામાન્ય વરસાદની આગાહી, એકસાથે ચાર વરસાદી સિસ્ટમ થઇ સક્રિય
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
Banaskantha: બાદરગઢ ગામમાં સરપંચે લગાવ્યો નાસ્તાના પડીકા પર પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારને 1 હજારનો દંડ
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા
સાબરકાંઠામાં બાળ તસ્કરી કેસમાં વધુ બે આરોપીની ધરપકડ, પૂછપરછમાં થયા ચૌંકાવનારા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget