Patan News: રખડતાં ઢોરે એક આશાસ્પદ યુવકનો લીધો જીવ, બાઇકને અડફેટે લેતા સ્લીપ થઇ જતાં ઘટનાસ્થળે મૃત્યુ
પાટણ પાટણ જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો જીવ લીધો. રખડતાં ઢોરે અડફેટે લેતા બાઇક સવારનું મૃત્યુ નિપજ્યું
Patan News: પાટણ પાટણ જિલ્લામાં વધુ એકવાર રખડતા ઢોરે આશાસ્પદ યુવાનનો જીવ લીધો. રખડતાં ઢોરે અડફેટે લેતા બાઇક સવારનું મૃત્યુ નિપજ્યું
રાજ્યમાં એક બાજુ અનેક શહેરમાં રખડતા શ્વાનનો આતંક તો બીજી તરફ વાહન ચાલકો અને રાહદારી પર રખડતાં ઢોરનો પણ ખતરો એટલો જ છે. પાટણના પંચાસર હાઇવે પર રખડતા ઢોરના કારણે બાઇક સ્લીપ થઇ જતાં યુવતનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે.
રાજ્યમાં સતત રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધી રહ્યો છે. પાટણના શંખેશ્વર તાલુકાના પંચાસર હાઇવે પર બાઈક પર જતા ઢોર વચ્ચે આવી જતાં યુવાનનું બાઈક સ્લીપ થઇ ગયું ગતું. જેના કારણે 26 વર્ષીય ખેડૂત અજિત ગોહિલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું છે. તે ખતરેથી કામ પતાનીને ઘરે જતાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ઘટનાના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Surat: ખજોદમાં શ્વાનના આતંકનો ભોગ બનેલી 2 વર્ષની બાળકીનું સારવારમાં મોત, પરિવારમાં શોકનો માહોલ
Surat News: સુરતમાં શ્વાનનો આતંક છે. શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને રવિવારે સવારે ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.
સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા
સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.