Narmada: આમ આદમી પાર્ટીના MLA ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા, કોર્ટે ફટકારી જેલની સજા
નર્મદા: ડેડિયાપાડાના MLA અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા છે. ચૈતર વસાવાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10ને 6 મહિનાની સજા કરવામાં આવી છે.
નર્મદા: ડેડિયાપાડાના MLA અને આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા મુશ્કેલીમાં મુકાયા છે. ચૈતર વસાવાને ગુનેગાર ઠેરવવામાં આવ્યા છે. AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 10ને સરપંચની ચૂંટણીમાં હુમલા અને લૂંટ આચરવાના ગુનામાં 6 મહિનાની સજા કરવામાં આવી છે. જોકે, કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને 20 હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. 2 વર્ષ સુધી ફરિયાદી કે તેમના સગા સંબંધીઓને મળવાનું નહિ કે તેમની સાથે કોઈ સંપર્ક રાખવો નહિ તેવો આદેશ કરવામાં આવ્યો છે. હેરાન પરેશાન કરવા નહિ જેવી કેટલીક શરતોને આધીન નામદાર કોર્ટે તમામ કસૂરવારોને જમીન આપતા રાહત થઈ છે. હવે આ ચુકાદાને ધારાસભ્ય સહીત તમામ 10 લોકો હાઇકોર્ટમાં પડકારશે.
51 અધિકારીઓની ACBને તપાસ સોંપવામાં આવતા ખળભળાટ
ગાંધીનગર: રાજ્યમાં અપ્રમાસર મિલ્કતો ધરાવતા સરકારી બાબુઓ સામે સરકારે લાલ આંખ કરી છે. રાજ્યમાં એન્ટીકરપ્શન બ્યુરોએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગમાં 51 જેટલા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિવિધ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકત બાબતે તપાસ શરુ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રાજ્યના બહુ ચર્ચીત વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા અધિકારી સામે પણ ACBએ સકંજો કસ્યો છે. ભાવનગરમાથી બહાર આવેલા વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ સામે તપાસ શરુ કરવામાં આવશે. નોંધનીય છે કે, વ્યાપક ડમીકાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગના કુલ 16 અધિકારી- કર્મચારી સામે તપાસ કરવામાં આવશે. અપ્રમાણસરની મિલકત અંગે તપાસ કરવાના સરકારના આદેશથી સરકારી આલમમાં ફફળાટ ફેલાયો છે.
ગુજરાતમાં ક્લાસ વનના ચાર અધિકારી સહિત કુલ 51 અધિકારી -કર્મચારીઓ સામે ACB તપાસ કરશે. વર્ગ એકના ચાર,વર્ગ બેના 12 અને વર્ગ ત્રણના 19 અધિકારી- કર્મચારી સામે તપાસ શરૂ કરવામાં આવશે. ગ્રામ ગૃહ વિભાગ,ઊર્જા અને પેટ્રોકેમેટિકલ,ગૃહ વિભાગ,મહેસૂલ,પંચાયત,કૃષિ સહિત અન્ય વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
પાંજરાપોળની કરોડોની જમીનના કૌભાંડને લઈને પહેલીવાર બોલ્યા વિજય રૂપાણી
પાંજરાપોળની જમીન કૌભાંડ મુદ્દે આજે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ વિજય પૂર્વ સીએમ રુપાણી પર આક્ષેપો કર્યા હતા. જેનો જવાબ પૂર્વ સીએમએ આપ્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નિવેદનએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ આક્ષેપનું ખંડન કરું છું. સોઈ જાટકીને વિરોધ કરી છું. હાલમાં કોંગ્રેસ પાસે કોઈ જ મુદાઓ નથી. કમળો હોય તેને પીળું દેખાઈ,અગાઉ એ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા છે. મીડિયાના આધારે જ અમિતભાઈ પ્રેસ કરવા બેઠા હતા. મારી સરકાર પાંચ વર્ષ થઈ ગયા છે ત્યારે કંઈ અમિતભાઈને યાદ ન આવ્યું. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા રાજકીય રોટલા શેકી રહ્યા છે.