Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીનું સન્માન
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
![Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીનું સન્માન Abp Asmita Sanman Puraskar 2022: Asit Modi, producer of Tarak Mehta Ka Ulta Chashma, was honored in the field of entertainment. Abp અસ્મિતા સન્માન પુરસ્કાર 2022: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત મોદીનું સન્માન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/8c9759aa8110de2294ae7316a886a0a5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ ખાતે અસ્મિતા સન્માન પુરસ્કાર 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં એબીપી નેટવર્કના CRO મોના જૈન અને એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના એક્ઝિક્યુટીવ એડિટર રોનક પટેલ હાજર રહ્યા હતા. અસ્મિતા સન્માન પુરસ્કાર કાર્યક્રમ સતત 4 વર્ષથી યોજાઈ રહ્યો છે. આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 9 રત્નોનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો અને અનેક હસ્તિઓએ હાજરી આપી હતી. અસ્મિતા સન્માન પુરસ્કાર ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપીને વિશ્વફલક પર ગુજરાતનું નામ રોશન કરનાર મહાનુભાવોને આપવામાં આવે છે. આ વર્ષે કળા-સંસ્કૃતિ, સાહિત્ય, શિક્ષણ, સામાજીક સેવા, રમત-ગમત, સંગીત, મનોરંજન, ઉદ્યોગ જેવા ક્ષેત્રોનો સમાવેશ કરીને કુલ 9 મહાનુભાવોને અસ્મિતા સન્માન પુરસ્કાર 2022થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનોરંજન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ અસિત મોદીનું અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માન કરાયું હતું. નીલા ટેલિફિલ્મ્સના સંસ્થાપક અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી સુપરહીટ સિરીયલ બનાવનાર અસિત મોદીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે અસિત મોદીએ ખુશી અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)