શોધખોળ કરો

Accident: હિંમતનગર GIDC નજીક ટ્રેલરે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતાં મોત, સર્જાયો ટ્રાફિક જામ

હિંમતનગર GIDC નજીક અમદાવાદ-ઉદયપુર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે.

Accident News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. હિંમતનગર GIDC નજીક અમદાવાદ-ઉદયપુર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. એક્ટિવા લઇને જઈ રહેલી મહિલાને ટ્રેલરે અડફેટે લેતાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું અને એક મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી. ખાનગી વીમા કંપનીમાં ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

પતિ પત્નીની હત્યા કરીને પહોંચી ગયો પોલીસ સ્ટેશન

નડિયાદમાં પતિએ પત્નીની હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે. નવરંગ ટાઉનશિપમાં એક નંબરના મકાનમાં રહેતા નિમિષાબેનની તેમના જ પતિ રસિકભાઈએ ફાયરિંગ કરી કરી હત્યા હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે મિલકત બાબતમાં પતિ પત્નીને કોર્ટમાં કેસ ચાલતો હતો. હત્યારો પતિ રિટાયર ફોરેસ્ટ અધિકારી હોવાનું સામે આવ્યું છે. પતિ પત્નીની હત્યા કર્યા બાદ જાતે જ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. હાલ તો મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, કયા કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તે પોલીસ પૂછતા જ બાદ સામે આવશે.

બનેવીએ કરી સાળાની હત્યા

પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ જિલ્લામાં 40 કિમીના ઝડપે પવનની સાથે પડશે કમોસમી વરસાદ, 2થી 5 ડિગ્રી ઘટશે તાપમાન

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં આવનારા ચારથી પાંચ દિવસ સુધી ભારત સહિત ગુજરાતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. માર્ચના ભરઉનાળે કેટલાક જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ,માં હળવા ઝાપટાની કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં 2થી 5 ડિગ્રી તાપમાન ઘટશે, આવતી કાલે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદમાં પડી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ 40 કિમીની પ્રતિ ઝડપે પવન ફુંકવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા,રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં વરસાદનો અનુમાન છે.  દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાને જોતા ખેડૂતોને પાકને સલામત જગ્યાએ રાખવા સૂચના અપાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
IND vs NZ: વનડેમાં હાર્યા બાદ T20 માં બદલો લેવા ઉતરશે ટીમ ઈન્ડિયા,જાણો તારીખ, સમય અને Live ટેલિકાસ્ટની તમામ વિગતો
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Embed widget