શોધખોળ કરો

Sabarkantha: હિંમતનગર-અમદાવાદ હાઇવે પર કાર-બાઇક વચ્ચે અકસ્માત, દંપતિનું મોત

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

સાબરકાંઠા: રાજ્યમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.   હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે.  પ્રાંતિજના ઓરાણ પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર પ્રાંતિજના વડવાસાના દંપતીને અકસ્માત નડ્યો હતો.  કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું.  દંપતીને સારવાર અર્થે ખસેડવામા આવ્યા અને સારવાર દરમિયાન દંપતિનું મોત થયું હતું.  કાર અને બાઈક વચ્ચેના આ ગમખ્વાર અકસ્માતમાં દંપતિનું મોત થતા ચકચાર મચી ગઈ છે. 

Ahmedabad : રાજ્યના ઈતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો અમદાવાદ ક્રાઈમ બ્રાંચે કર્યો પર્દાફાશ, રાજકોટના રાકેશ રાજદેવ સામે લૂકઆઉટ નોટિસ

અમદાવાદઃ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડના સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ અને ઉંઝા સર્કિટના બે સટોડિયાઓને પોલીસે ખુલાસો કર્યો હતો. ઉંઝાનો ટોમી પટેલ અને રાજકોટનો રાકેશ રાજદેવ પોલીસના રડાર પર છે. રાકેશ રાજદેવ સહિત બે સામે લૂક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. દુબઇમાં ડમી બેન્ક એકાઉન્ટની પણ પોલીસને વિગતો મળી હતી.

મોબાઇલ પર ખાસ એપ્લિકેશન બનાવી મેચના ભાવ જાહેર કરાય છે. મેચની હાર-જીત અને સેશનના સ્કોર પર સટ્ટો લગાવતો હતો. સટ્ટાકાંડમાં એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. એક-એક મેચ પર 100થી 500 કરોડના સોદા થતા હતા. બંન્ને સટોડિયા દુબઇના આકાની મારફતે ભાવ બહાર પાડતા હતા. સટ્ટાના હિસાબો ટ્રાન્સફર થતા હોવાનો પણ ખુલાસો થયો છે.ક્રિકેટના મેદાનમાંથી જ બોલતી બોબડી લાઇનથી સટ્ટો રમાતો હતો.

ટી-20, વન-ડે અને લીગ મેચ પર સટ્ટો લગાવવામાં આવતો હતો. કેટલાક અધિકારી સાથે પણ લેવડ-દેવડ થયાની આશંકા પણ છે. રાજકીય નેતાઓ સાથે પણ રાકેશ રાજદેવ સંબંધ ધરાવતો હોવાની આશંકા છે. ગુજરાતના બુકીઓ જાતે જ સોદા બુક કરતા હોવાનો પણ ખુલાસો થયો હતો. સટ્ટાકાંડની રકમ સાત હજાર કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.

રાકેશ રાજદેવ વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઇ છે. હોંગકોંગ અને નેધરલેન્ડની સ્થાનિક મેચો પર પણ સટ્ટો રમાડાતો હતો. રાકેશ રાજદેવ દુબઇમાં સામ્રાજ્ય જમાવી બેઠો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Iran Helicopter Crash: ઇબ્રાહિમ રઇસીના મોત બાદ ઇરાનના કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા મોહમ્મદ મોખબર
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો

MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ

Embed widget