શોધખોળ કરો

Heat wave Forecast: આગામી 4 દિવસ આ શહેરોમાં પડશે આગ ઝરતો તાપ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હિટવેવની આગાહી કરી છે. આગામી 4 દિવસ હજુ પડશે અંગ દઝાડતી ગરમી

Heat wave Forecast:રાજ્યમાં માર્ચ માસથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે 6 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે.

આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકાશમાંથી વરસેલી અગનવર્ષાથી રાજ્યમાં  ગરમીનો પારો સતત ઉંચે જઇ રહ્યો છે.  સાત શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જશે.  ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત છે.સ

આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તો ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. હજુ પણ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી છે.

આગામી 10 દિવસ અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે આગાહી કરી છે. 41.4 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ શેકાયું  છે.  છ મે સુધી તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળઝાળ ગરમી વર્તાઇ રહી છે.  17 સ્થળોનું મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.  આંધ્ર પ્રદેશમાં તાપમાનનો પારો 46 ડિગ્રીથી ઉંચે ગયો છે. .. કાળઝાળ ગરમીને લીધે કેરળમાં છ મે સુધી સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે.

તો બીજી તરફ વિપરિત વાતાવરણ છે. જ્યાં ભારે હિમવર્ષાને લઈને જમ્મુ-કશ્મીરમાં જનજીવન પ્રભાવિત થયું છે.  ભારે હિમવર્ષાથી જમ્મુ-કશ્મીર નેશનલ હાઈવે છ દિવસથી બંધ કરવામાં આવ્યો છે.  શ્રીનગરથી લેહ જવા પર્યટકોને હાલાકીનો સામનો કરી રહ્યાં છે. આ  વિસ્તારમાં જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓની અછત છે.

ઉત્તરાખંડમાં 10 મેથી શરૂ  ચારધામની યાત્રા શરૂ થશે.  અત્યાર સુધીમાં 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કરી રજિસ્ટ્રેશન ચૂક્યા છે. યાત્રા શરૂ થયા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે, ગયા વર્ષે 55 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથ  પહોંચ્યા હતા.ચારધામમાં દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓના દર્શનની મર્યાદા નક્કી  કરાઇ છે.  કેદારનાથ ધામમાં એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન, તો 16 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે બદ્રીનાથ ધામના દર્શન.. યમુનોત્રીમાં નવ હજાર તો ગંગોત્રીમાં 11 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

GPSC Exam Cancel: 16મી ફેબ્રુઆરીએ યોજાનારી જીપીએસસીની પરીક્ષા કેન્સલ, જાણો શું છે મોટું કારણ?Mahakumbh 2025: પ્રયાગરાજમાં હર હર ગંગેના નાદ સાથે ગુજરાતીઓએ લગાવી આસ્થાની ડુબકીAhmedabad: વટવા GIDCમાં કેમિકલના વેપારી પર SGST વિભાગના દરોડા, જુઓ અહેવાલBanaskantha Accident: દાંતામાં મોડી રાત્રે સર્જાયો ભયંકર અકસ્માત, 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
W,W,W,W,W,W,W,W,W... ગુજરાતના આ ખેલાડીએ 9 વિકેટ લઈને વર્તાવ્યો કહેર,ફેન્સને યાદ આવ્યો કુંબલે
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
ક્રૂરતાની હદ વટાવી, પતિએ પત્નીના છરીથી ટૂકડે-ટૂકડા કર્યા, પછી કૂકરમાં બાફીને તળાવમાં ફેંકી આવ્યો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Saif Ali Khan: સૈફ અલી ખાન પર હવે મંડરાઈ રહ્યો છે આ મોટો ખતરો, વકીલોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
World Series Karting: 10 વર્ષની અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય યુવતી બનશે
World Series Karting: 10 વર્ષની અતિકા મીર વર્લ્ડ સિરીઝ કાર્ટિંગમાં ભાગ લેનારી પ્રથમ ભારતીય યુવતી બનશે
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
આગામી એક અઠવાડિયું રહેશે ઠંડુગાર, હવામાન વિભાગે કેટલો પારો ગગડવાની કરી આગાહી, વાંચો લેટેસ્ટ અપડેટ
'Chhaava'નું ટ્રેલર જોયા બાદ રુવાડા ઉભા થઈ જશે,વિક્કી કૌશલનો અવતાર જોઈ કેટરીનાને પણ થયો ગર્વ,જુઓ વીડિયો
'Chhaava'નું ટ્રેલર જોયા બાદ રુવાડા ઉભા થઈ જશે,વિક્કી કૌશલનો અવતાર જોઈ કેટરીનાને પણ થયો ગર્વ,જુઓ વીડિયો
'આગામી પાંચ વર્ષ યુવાઓને નોકરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું', ચૂંટણી અગાઉ કેજરીવાલની વધુ એક જાહેરાત
'આગામી પાંચ વર્ષ યુવાઓને નોકરી આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું', ચૂંટણી અગાઉ કેજરીવાલની વધુ એક જાહેરાત
Embed widget