Gujarat Rain Forecast: આ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી, દરિયામાં કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યો છે
Gujarat Rain Forecast:હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન હવામાન વિભાગે આપ્યો છે. દરિયામાં કરંટની સંભાવનાને લઈને પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપાવમાં આવી છે. અમદાવાદમાં બુધવાર અને શુક્રવારે હળવા વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, દક્ષિણ કચ્છમા છૂટછવાયા ઝાપટાનો અનુમાન છે.
મહેસાણા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, હળવા વરસાદની આગાહી છે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, હળવા ઝાપટાનો અનુમાન છે. દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 78 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 105 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ઝોનમાં પણ 60 ટકાથી વધુ વરસાદ ખાબક્યો છે. ગયા વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 13 ટકા વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યના 16 તાલુકાઓમાં 60 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. કપરાડામાં સૌથી વધુ 95 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના સાત તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ્યમાં સરેરાશ 17.78 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનમાં વરસેલા રેકોર્ડ બ્રેક વરસાદથી સરેરાશ ટકાવારી જળવાઈ છે. ગયા વર્ષે જુન મહિનામાં 21.25 ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં આ વર્ષે વરસાદી આફતમાં અત્યાર સુધીમાં 158 લોકોએ જીવ ગુમાવ્યા છે. 58 લોકોના તણાઈ જવાથી મોત થયા છે. પૂર-વાવાઝોડાની સ્થિતિમાં 21 હજાર જેટલા મકાનોને નુકસાન પહોચ્યું છે.
આ પણ વાંચો
Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા
Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ