IND vs WI: ત્રીજા વન ડેમાં પણ નહિ રમે રોહિત અને વિરાટ? જાણો આ સ્થિતમાં ફરી કોને મળશે મોકો, જાણો પ્લેઇંગ 11
IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રમાશે. બંને ટીમો સાંજે 7 વાગ્યાથી બ્રાયન લારા સ્ટેડિયમમાં ટકરાશે.
India vs West Indies 3rd ODI Playing 11: IND vs WI 3rd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે રમાશે. બંને ટીમો સાંજે 7 વાગ્યાથી બ્રાયન લારા સ્ટેડિયમમાં ટકરાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વનડે સીરીઝની છેલ્લી અને ત્રીજી મેચ આજે રમાશે. હાલમાં શ્રેણી 1-1થી બરાબરી પર છે. આવી સ્થિતિમાં આજે જે પણ જીતશે, સીરિઝ તેમના નામ થઇ જશે. આજે બંને ટીમો બ્રાયન લારા સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી ટકરાશે.
ભારતે પ્રથમ વનડે પાંચ વિકેટે જીતી હતી. આ પછી બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે 6 વિકેટે જીત મેળવી હતી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ સિરીઝ કોન પોતાના નામ કરશે.
આ સિવાય રસપ્રદ વાત એ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ત્રીજી વનડેમાં રમશે? પ્રથમ વનડેમાં રોહિત શર્માએ સાતમા નંબરે બેટિંગ કરી હતી જ્યારે વિરાટ કોહલીને પાંચ વિકેટ પડી હોવા છતાં બેટિંગ કરવાની તક મળી ન હતી. આ પછી, બંને દિગ્ગજો બીજી વનડેમાં રમ્યા ન હતા અને હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી.
હવે જોવાનું એ રહેશે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી નિર્ણાયક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે કે નહીં. જો આ બે દિગ્ગજ ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરે છે તો સંજુ સેમસન અને અક્ષર પટેલને બેંચ પર બેસવું પડશે. બંને ખેલાડીઓને બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા હતા. સેમસન ત્રીજા નંબરે રમ્યો હતો જ્યારે અક્ષર ચોથા નંબર પર ઉતર્યો હતો.
સંજુ સેમસન અને અક્ષર પટેલને રજા આપવામાં આવશે
બીજી વનડેમાં સંજુ સેમસન અને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે. સેમસન ત્રીજા નંબર પર રમ્યો હતો. જ્યારે અક્ષર પટેલ ચોથા નંબરે ઉતર્યો હતો. બંને ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. જ્યાં સેમસને 9 રન બનાવ્યા હતા. અક્ષર માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ત્રીજી વન-ડેથી બંને ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવન છોડવા માટે તૈયાર છે.
ત્રીજી વનડેમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર અને ઉમરાન મલિકના નામ છે.