Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આજે ગુજરાતના 10 જિલ્લામાં વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં છુટછવાયો વરસાદ વરસી શકે છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે કેટલાક જિલ્લામાં આજે વરસાદનું (rain) અનુમાન છે. રાજ્યના 10 જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના ત્રણ, તો દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં આજે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સુરત, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ વરસી શક છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. 25 અને 26 સપ્ટેમ્બર એમ બે દિવસ દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. તો અન્ય જિલ્લાના છુટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા વરસી શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ગરમી વધી છે. રાજ્યમાં સૂર્ય પ્રકોપ શરૂ થતાં લોકો અકળાવી દેતી ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદ સહિતના મોટા શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો વધીને 36 ડિગ્રીએ પહોંચ્યો છે. અમદાવાદમાં 35.2 ડિગ્રી.. તો ભૂજ,ડીસા, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર છે.
વરસાદના વિરામથી રાજ્યના ઓવરફ્લો થયેલા જળાશયોની સંખ્યા ઘટી છે. 207 પૈકી રાજ્યના 110 જળાશયો છલોછલ છે... કચ્છ-સૌરાષ્ટ્રના 90, તો દક્ષિણ અને મધ્ય ગુજરાતના 18 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ઉત્તર ગુજરાતના બે જ જળાશયો ઓવરફ્લો છે.206 પૈકી રાજ્યના 172 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે તો 90 ટકાથી વધુ ભરાયેલા 153 ડેમ હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા 8 ડેમ વોર્નિંગ પર છે.
આ પણ વાંચો
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય