શોધખોળ કરો

Weather Rain Forecast: રાજ્યમાં ચોમાસુ સક્રિય, આ તારીખ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Weather Rain Forecast: રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જાણીએ વધુ અપેડેટ્સ

Weather Rain Forecast: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટ બફારાનો અનુભવ  કરી રહ્યાં હતા. જો કે રાજ્ય પર 4 સિસ્ટમ એકી સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતાં રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલિતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે માત્ર ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘરવખરીને નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 19 જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે.

આજે કયાં પડશે વરસાદ

17 જૂન મંગળવાર એટલે કે આજે  અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,  પંચમહાલ, દાહોદ, મહાસાગર અરવલ્લી, ખેડા,  આણંદ, જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.

18 જૂને ક્યાં જિલ્લામાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી,  ઉપરાંત મધ્યગુજરાતમાં ખેડા, અમદવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્માં રાજકોટ,મોરબી, ગીરસોમનાથ, બોટાદ,ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.

19 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 19 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાસાગર જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર વરસાદ પડી શકે.  છે.સાઉથ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે.દિવમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગઇકાલે વરસાદ વરસ્યો,ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો, અહીં ગઇકાલે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી. મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કોટિયા, કળમોદર, વાવડી, બગદાણામાં વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફત રૂપ બન્યો છે. અહીં થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. જેમાં પિતાનું મોત થયું છે.જ્યારે  ફાયરની ટીમે પુત્રને બચાવી લીધા હતા.રાજુલા, જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.ધારી તાલુકાના સરસીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
સોના અને ચાંદીની કિંમતોમાં આટલો મોટો ઉછાળો કેમ આવ્યો, સરકારે સંસદમાં જણાવ્યું કારણ 
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Embed widget