શોધખોળ કરો

Panchmahal: પંચમહાલમાં ગેરકાયદે ખનન કરતા માફિયા સામે તંત્રની મોટી કાર્યાવાહી, 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

Panchmahal: પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ માફીયાઓ સામે મોટી કાર્યવાહી કરી 2 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો છે.

Panchmahal: પંચમહાલ જિલ્લામાં વહીવટી તંત્રે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ખનીજ માફીયાઓ સામે મોટી કાર્યવાહી કરી 2 કરોડ ઉપરાંતનો મુદ્દા માલ કબજે કર્યો છે. કાલોલ તાલુકાના ચલાલી ગામ નજીક ગોમાં નદી પટ વિસ્તારમાં રોયલ્ટી પાસ વગર મોટાપાયે ગેરકાયદેસર રીતે ચોરી થઈ રહી હોવાની ફરિયાદ મળવા પામી હતી. જે ફરિયાદના આધારે ગોમા નદી પટ વિસ્તારમાં રેડ કરી 13 જેટલા વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતાં ગોધરા SDM કાલોલ મામલતદાર વેજલપુર, દામાવાવ કાલોલ ,સ્થાનિક પોલીસ અને પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ સંયુક્તની ટીમ સાથે રાખી સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું.

રેડ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન કરતા 10 ટ્રક, 2 ટ્રેકટર એક જેસીબી સહિત ફૂલ 13  વાહનો કબજે લેવામાં આવ્યા હતા. 2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ખનિજ ચોરી કરનારા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી. ખનિજ માફીયાઓ સામે જિલ્લા વિભાગની સયુંકત અસરકારક કામગીરીને પગલે જિલ્લાના અન્ય વિસ્તારમાં ગેરકાયેદસર રીતે ખનીજ ચોરી કરનારા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.

સુરતમાં થર્ટી ફર્સ્ટની રાત્રીએ પોલીસે યુવકને માર્યો ઢોર માર

ડાયમંડનગરી સુરતમાં પોલીસનો એક અમાનવીય ચહેરો સામે આવ્યો ચછે. PCR વાન પોલીસકર્મી દ્વારા યુવકને માર મારવાનો વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે આ મામલે પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બાબતે DCP ભગીરથ ગઢવીનું પણ નિવેદન સામે આવ્યું છે.

આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ઉધના પોલીસની PCR વાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન 2 વ્યક્તિ રીક્ષામાં બેઠા હતા. તેઓ PCR વાનને જોઈ ભાગવા લાગ્યા. જેમાંથી એક વ્યક્તિને પોલીસે પકડી લીધો હતો અને બીજો ભાગી ગયો હતો. જેમાં બીજાને પકડવા જતા આનાકાની કરી હતી અને અસભ્ય વર્તન કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે બાદ પોલીસે બળ પ્રયોગ તેને પકડી લીધો હતો. પકડાયેલા બંને વ્યક્તિને કેમ ભાગ્યા પૂછતાં જણાવ્યું હતું કે, પોલીસને જોઈ ઘભરાઈ ગયા હતા. એટલે જ તે સમયે પોલીસે બંને વ્યક્તિને જવા દીધા હતા. આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જે વિગતો સામે આવશે તેમ કાર્યવાહી કરાશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. હાલ બંને વ્યક્તિ નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેઓ પોલીસના સંપર્કમાં હજી સુધી આવ્યા નથી.

વેરાવળમાં ફાર્મ હાઉસમાં ચાલું મહેફીલમાં પોલીસે રેડ પાડતા મચી અફરાતફરી

વેરાવળના ભલાપરા ગામ નજીક ફાર્મ હાઉસમા એલસીબીએ રેડ પાડી છે. ચાલુ મહેફિલમાં પોલીસ ત્રાટકતા અફરાતફરી મચી ગઈ છે. રેડ  સમયની તસવીરો પણ સામે આવી છે. આ રેડ દરમિયાન 10 લોકોની પોલીસે અટકાયત કરી છે. ઇંગ્લિશ દારૂ, બિયર અને બ્રિજર ભરેલી અને ખાલી બોટલો પણ કબજે કરવામાં આવી છે.

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર

વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
Happy New Year 2026: ભારતથી લઈને જાપાન સુધી, આતિશબાજી સાથે નવા વર્ષનું કરાયું સ્વાગત
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
PPF, સુકન્યા પર આવ્યા મોટા સમાચાર, નાની બચત યોજનાઓ પર હવે કેટલું મળશે વ્યાજ?
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
Embed widget