શોધખોળ કરો

Gujarat: રાજ્યમાં બે દિવસ બાદ ઠંડી ભૂક્કા કાઢશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે અને બુધવાર તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.

ગાંધીનગર: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં મંગળવારે અને બુધવાર તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. ઉત્તરાયણ પહેલા ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે. 13 જાન્યુઆરીથી ઠંડીમાં વધારો થશે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે. ઉત્તરાયણના દિવસે દિવસે પવનની ગતી 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. નલિયામાં પણ શીત લહેરની શક્યતા બની શકે છે.

લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત

ગુજરાતમાં ઠંડીમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત બીજા દિવસે જારી રહ્યો છે. ગત રાત્રિએ રાજ્યભરમાં સરેરાશ લઘુતમ તાપમાન 12 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. જોકે, ત્યારબાદના બે દિવસમાં લઘુતમ તાપમાન 2-3 ડિગ્રી ઘટતાં ઠંડીમાં સાધારણ વધારો થઇ શકે છે. ગત રાત્રિએ 12.5 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયાના સરેરાશ લઘુતમ તાપમાનમાં ચાર દિવસમાં 10 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે.

અમદાવાદમાં 16.7  ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના છે. આજે દિવસ દરમિયાન અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન સામાન્યથી ૩ ડિગ્રી વધીને 30.6 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં 17.2 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

ગુજરાત સરકાર કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથા કરી શકે છે નાબૂદ 

યુવાનો માટે સૌથી સારા સમાચાર આવ્યા છે.  ગુજરાત સરકાર કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથા નાબૂદ કરી શકે છે.  સરકારના આગામી બજેટમાં આ અંગેની જોગવાઈ કરી શકે છે.  કરાર આધારિત અને આઉટ સોર્સિંગ પ્રથાના બદલે હવે કાયમી નિમણૂંક થશે.  હાલમાં 11 માસના કરાર આધારિત અલગ- અલગ સરકારી વિભાગોમાં 7 લાખ લોકો કામ કરે છે. જો કરાર આધારિત કે આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરે તો રાજ્યના સાત લાખ યુવાનોને સીધી સરકારી નોકરી મળી શકે છે. 

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Ahmedabad: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વાગ્યો ડંકો, UIDAI તરફથી મળ્યું વિશેષ સન્માન
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
IMD Rain Alert: એક સાથે બે સિસ્ટમ સક્રિય, 2-7 ઓક્ટોબર આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Asian Games 2026: 1 મિનિટમાં 2 ગોલ્ડ: અંકુશ બાદ સુજીતે ફાઈનલ જીતીને રચ્યો ઈતિહાસ
Embed widget