Gujarat Rain Forecast:ફરી ગુજરાતમાં આ દિવસથી મેઘરાજાની થશે ધમાકેદાર એન્ટ્રી, હવામાન વિભાગીની આગાહી
Gujarat Rain Forecast: હવામાન વિભાગે ફરી ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ આજથી પાંચ દિવસ રાજ્યમાં ફરી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં તો કાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ (rain) વરસી શકે છે.
આજે મધ્ય ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું (rain) યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા વરસાદ વરસી શકે છે.દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યુ છે.
સિઝનનો અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં
કેટલા ડેમ થયો ઓવરફ્લો
207 પૈકી રાજ્યના 108 જળાશયો હાઉસફુલ થયા છે. તો કચ્છ-સૌરાષ્ટ્રના 92, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો છે. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકીમાંથી 152 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 131 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા છ જળાશયો વોર્નિંગ પર છે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો સતત વરસી રહેલા વરસાદથી આંધ્ર પ્રદેશમાં પૂરનો ખતરો છે. તમામ જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સતત સંપર્કમાં છે, વરસાદ અને પૂરની સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આંધ્ર પ્રદેશના કેટલાક કાંઠા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. આજે કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ધોધમાર વરસાદથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્ઇ છે. નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે.