સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મામલે સંતોમાં આક્રોશ, મોરારીબાપુ બાદ જગન્નાથ મંદિરના મહંતે વ્યક્ત કરી નારાજગી
અમદાવાદઃ કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે

અમદાવાદઃ કિંગ ઑફ સાળંગપુરની પ્રતિમાને લઈને વિવાદ વકર્યો છે. કથાકારો અને સંતોએ સાળંગપુર મંદિર પરિસરમાં ભગવાન હનુમાનજીના અપમાનને લઇને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચે લગાવેલ પ્લેટને લઈ મોરારી બાપુ જેવા કથાકારો બાદ અનેક સંત-મહંતો આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. પ્રતિમાની નીચેની પ્લેટમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા બતાવ્યા હોવાના કારણે ભક્તોમાં રોષ ફેલાયો છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ આ મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ કર્યું કે હનુમાનજી આદી અનાદી કાળથી છે.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ હનુમાનજીના અપમાનને દુખદ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે હનુમાનજી અનાદીકાળથી છે. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે.
નોંધનીય છે કે અગાઉ હનુમાન દાદાના અપમાનને લઇને મોરારીબાપુએ નિવેદન આપ્યું છે. તેમણે આ કૃત્યને કપટ ગણાવ્યું છે. હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જગૃત થવાની જરુર છે તેવી ટકોર પણ મોરારી બાપુએ કરી છે.
સાળંગપુર વિવાદ મામલે હર્ષદ ભારતી બાપુનું નિવેદન
સાળંગપુરમાં સ્થાપિત તસવીરને લઈને સાધુ સંતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે મહંત હર્ષદ ભારતી બાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધો છે. હર્ષદ ભારતી બાપુએ કહ્યું કે, હનુમાનજીને ચોકીદાર તરીકે ઉભા રખાયા છે. સ્વામીઓ પાસે શું પૂરાવા છે. સ્વામીઓ પાસે ક્યા શાસ્ત્રનું પ્રમાણ છે. આવા અનેક સવાલો હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત તેમણે સંત સમાજને મેદાનમાં આવવાની અપીલ કરી છે.
હનુમાનજીના અપમાનથી સંત સમાજમાં ભારે આક્રોશ
કબરાઉધામના મણિધરબાપુ બાપુએ સ્વામીનારાયણના સંતોને ચેતવ્યા છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે પાયામાં ઉતર્યા તો તમે બધુ મુકી દેશો. 'કોઈની ઔકાત નથી, હનુમાન દાદાનું અપમાન કરવાની. 'દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન કરનારાઓ રાક્ષસ સમાન છે. જેમની વૃતિ રાક્ષસ જેવી હોય તે જ કરે દાદાનું અપમાન. કેટલાક લોકોએ મા અંજનિનું અપમાન કર્યુ છે. આમ એક બાદ એક વાક પ્રહારો કરી મણિધરબાપુએ સ્વામિનારાયણના સંતોને આડેહાથ લીધા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
