શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારનો 30 લાખ વિદ્યાર્થીઓના વાલીઓને મોટી રાહત આપતો ફી અંગેનો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત ?
આ પહેલા ગુજરાત હાઇકોર્ટે વાલીઓને રાહતા આપતા કહ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે.
અમદાવાદઃ કોરોનાને પગલે માર્ચથી સ્કૂલો બંધ છે ક્લાસરૂમ શિક્ષણ જ થતુ નથી ત્યારે ઘણા સમયથી વાલીઓ દ્વારા ફી માફીની માંગ ઉઠી હતી અને સરકાર સામે આ મુદ્દે વિરોધ સાથે આંદોલન પણ શરૂ થયુ હતુ ત્યારે અંતે સરકારે વિધિવત ઠરાવ કરતા સ્કૂલો વાસ્તવીક રીતે પુન:શરૂ ન થાય ત્યાં સુધી એટલે કે ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સંચાલકો ફી નહી લઈ શકે તેવો કડક આદેશ કર્યો છે અને જે સાથે વાલીઓને મોટી રાહત મળી છે. જો કે સરકારે સંચાલકોને ફી ઘટાડવા સમજાવ્યા હતા પરંતુ સંચાલકો ફી ઘટાડવા સંમંત ન થતા અંતે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું હથિયાર ઉગામ્યુ છે.
વાલીઓ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા ફી અને ઓનલાઈન એજ્યુકેશન સહિતના વિવિધ મુદ્દે ગઇકાલે વિધિવત ઠરાવ કરવામા આવ્યો છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ તમામ સ્કૂલોએ કેન્દ્ર સરકાર દ્વારા 14મી જુલાઈએ પ્રગ્યાતા ,ગાઈડલાઈન ફોર ડિજિટલ એજ્યુકેશન મુજબ હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે .
આ પહેલા ગુજરાત હાઇકોર્ટે વાલીઓને રાહતા આપતા કહ્યું હતું કે, સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કૂલ ફીની માંગણી નહિ કરી શકે. હાઇકોર્ટ કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા હતા જે સામે ફટકાર લગાવી છે. હાઇકોર્ટે સ્કૂલો તરફથી ફી ભરવા પર દબાણ કરે તો ડીઈઓએ પગલાં લેવાના આદેશ આપ્યા છે.
સરકારના ઠરાવ મુજબ લોકડાઉનની સ્થિતિમાં પણ ઘણી સ્કૂલોએ વાલીઓ પાસથી ફીની માંગણી કરી ભરવા ફરજ પાડી છે અને ઘણી સ્કૂલોએ તેમના શિક્ષકો-કર્મચારીઓ સહિતના સ્ટાફને પગાર ચુકવતી નથી તેમજ કેટલીક સ્કૂલો 40થી50 ટકા જેટલુ ઓછુ વેતન ચુકવે છે. જેથી તમામના જાહેર હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છેકે સ્કૂલો વાસ્તવિક રીતે બંધ થઈ છે તે સમયગળાથી શરૂ કરીને પુન:વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધીની કોઈ પણ પ્રકારની ટયુશન ફી વસૂલ કરી શકાશે નહી.
ઉપરાંત ખાનગી સ્કૂલો 2020-21માં કોઈ પણ પ્રકારનો ફી વધારો કરી શકશે નહી અને લોકડાઉનના સમયગાળા દરમિયાન શાળાઓને થયલે શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના વેતનનો વાસ્તવિક ખર્ચ ફી રેગ્યુલેશન એક્ટ હેઠળ આગામી વર્ષની ફી નક્કી કરતી વખતે ફી કમિટી દ્વારા ધ્યાને લેવાશે.
મહત્વનું છે કે સરકારે હવે જ્યાં સુધી ક્લાસરૂમ શિક્ષણ શરૂ ન થાય અને રેગ્યુલર સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓને સંપૂર્ણ ફી માફીની રાહત આપી દીધી છે અને જેનાથા રાજ્યના લાખો વાલીઓને મોટો ફાયદો થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement