શોધખોળ કરો

અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ

Ambaji Temple Bhandara Theft: આઉટસોર્સ કર્મચારીએ પગ નીચે નોટોના બંડલ સંતાડીને કરી ચોરી, અગાઉના CCTV ફૂટેજ પણ સામે આવતા અનેક ખુલાસા. જામીન પર છૂટેલા આરોપીને કડક સજા આપવા ભક્તોની માંગ.

Ambaji Temple Bhandara Theft: ભગવાનના દરબારમાં પણ હવે શ્રદ્ધાળુઓએ અર્પણ કરેલી દાનની રકમ સુરક્ષિત રહી નથી. તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીની ઘટના હજુ તાજી જ છે, ત્યાં હવે ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરના ભંડારામાંથી પણ 1.04 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વહીવટીતંત્રમાં અને માઈભક્તોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

પગ નીચે સંતાડીને પેન્ટમાં છુપાવ્યા નોટોના બંડલ

પ્રાપ્ત વિગતો અનુસાર, અંબાજી મંદિરમાં આઉટસોર્સિંગથી કામ કરતા ચિરાગ ઠાકોર નામનો કર્મચારી આ ચોરીમાં સીધી રીતે સંડોવાયેલો છે. સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ચિરાગ ખૂબ જ ચાલાકીથી રૂપિયાની નોટોનું બંડલ પહેલા પોતાના પગ નીચે સંતાડે છે. ત્યારબાદ આસપાસ કોઈની નજર નથી તેની ખાતરી કરીને તે બંડલ પોતાના લેંઘા (પેન્ટ) માં છુપાવી દે છે. આ મામલે શરૂઆતમાં પોલીસ ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હાલ તે જામીન પર મુક્ત થઈ ગયો છે.

એપ્રિલ અને મે એમ સતત બે મહિના સુધી થયો હાથફેરો

આ ચોરી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ લાંબા સમયથી ચાલી આવતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. અગાઉ 7 મે 2026ના રોજ ભંડારામાં ચોરી થઈ ત્યારે એવો દાવો કરાયો હતો કે CCTV કેમેરા બંધ હતા. જોકે, હવે એક મહિના અગાઉના એટલે કે 21 એપ્રિલ 2026ના ચોંકાવનારા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજમાં પણ આ જ શખ્સ બિન્દાસ્તપણે ચોરી કરતો નજરે પડે છે. આ પરથી સાબિત થાય છે કે એપ્રિલ અને મે મહિનામાં સતત મંદિરના ભંડારામાં હાથફેરો કરવામાં આવ્યો હતો.

ભક્તોમાં ભારે રોષ: ઊંડી તપાસની માંગ

લાખો રૂપિયાની ચોરી કરનાર મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર હાલ જામીન પર ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાથી માઈભક્તોની લાગણી દુભાઈ છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભક્તોની ઉગ્ર માંગ છે કે ભગવાનના ધનમાં કટકી કરનારા આવા શખ્સને કડકમાં કડક સજા થવી જોઈએ. આ ઉપરાંત, એક મોટી આશંકા એ પણ સેવાઈ રહી છે કે જો પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા છેલ્લા એક વર્ષના તમામ CCTV કેમેરાના રેકોર્ડિંગની ઝીણવટભરી તપાસ કરવામાં આવે, તો લાખો રૂપિયાની ચોરીના ખૂબ મોટા કૌભાંડ પરથી પડદો ઊંચકાઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, હવામાન નાઉ કાસ્ટ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

Embed widget