સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના દિવસે અંબાલાલે પ્રચંડ ગરમીનું આપ્યું એલર્ટ
Gujarat Weather: 26 એપ્રિલ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે. જો કે આ વોટિંગમાં ગરમી વિઘ્નરૂપ બને તેવી ચિંતા સતાવી રહી છે. અંબાલાલ પટેલે પણ આવતી કાલે આકરા તાપનું અનુમાન વ્યક્ત કરી છે.

- રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની હવામાન વિભાગની આગાહી.
- 26 એપ્રિલે મતદાન સમયે કાળઝાળ ગરમી લોકોને પરેશાન કરી શકે.
- અમદાવાદ સહિત અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે.
- 29 એપ્રિલ બાદ હિટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત.
Gujarat Weather: હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન વધવાની આગાહી કરી છે. 26 એપ્રિલે મતદાનના દિવસે પણ કાળઝાળ ગરમી પરેશાન કરી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીનું એલર્ટ આપ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને લઇને તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. જો કે આ સમયે કાળઝાળ ગરમી વિઘ્નરૂપ બની શકે છે. હવામાન વિભાગે પણ આકરા તાપની આગાહી કરી છે તો બીજી તરફ અંબાલાલ પટેલે પણ મતદાનના દિવસે એટલે કે 26 એપ્રિલ રવિવારના દિવસે આકરી ગરમીની ચેતવણી આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના આંકલન મુજબ આવતી કાલે એટલે કે 26 એપ્રિલે તાપમાનનો પારો ઉંચે જતાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીને ક્રોસ કરશે. જેથી લોકો અગનવર્ષાનો અનુભવ કરશે, અંબાલાલ પટેલે જણાવ્યું કે, "રવિવારે ગરમીનો પારો પ 43થી 44 ડિગ્રી પહોંચવાનો અનુમાન છે. નડિયાદ, આણંદ, કપડવંજમાં ગરમીનો પારો 43થી 44 ડિગ્રી પહોંચી શકે છે.25થી 28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી છે. મે મહિનામાં પણ ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે.આવતીકાલે અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે,
નોંધનિય છે કે, આવતી કાલે એટલે કે 26 એપ્રિલ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે. રાજ્યમાં , '15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયત માટે સામાન્ય ચૂંટણી યોજાશે.' જો કે આ સમયે ગરમીના કારણે લોકો મતદાન કેન્દ્ર સુધી પહોંચશે કે કેમ તેને લઇને પક્ષોની ચિંતા વધી છે. કાળઝાળ ગરમીમાં વધુમાં વધુ મતદાન કેમ કરાવવું એ એક પડકાર બની રહેશે.,
ક્યાં સૌથી વધુ ગરમી?
શહેર તાપમાન
અમરેલી 43.3
રાજકોટ 43.1
અમદાવાદ 42.1
વડોદરા 41.6
ગાંધીનગર 41.5
ભુજ 41.4
ડીસા 40.3
સુરત 40.3
ભાવનગર 39.8
દાહોદ 38.5
કંડલા 37.4
29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.





















