શોધખોળ કરો

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ અને ચોમાસાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો

બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24થી 26 મે વચ્ચે અનેક રાજ્યમાં તબાહી સર્જી શકે છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.

ગાંધીનગર: બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24થી 26 મે વચ્ચે અનેક રાજ્યમાં તબાહી સર્જી શકે છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.  ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતના ભાગોમાં ચક્રવાતની અસર જોવા મળશે. 26 મે સુધી 44 થી 46 ડિગ્રી તાપમાન રહેશે.  ત્યારબાદ ગરમીથી લોકોને રાહત મળશે. 

બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજને પગલે ગુજરાતમાં 26 મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ  પડશે. 26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદમાં 40 કિલોમીટર અને કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

14 થી 28 જૂન વચ્ચે ચોમાસુ ગુજરાતમાં આવવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે. 

અમદાવાદમાં કાળઝાળ ગરમી

અમદાવાદમાં આગામી બે દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાત્રિના સમયે ઉકળાટ પણ રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું હવામાન વિભાગે આગાહી કરી હતી. હજુ સાત દિવસ રાજ્યના નાગરિકોને ગરમી સહન કરવી પડશે.  અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ માટે રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં ગરમીનો પારો 46 ડિગ્રી અને ગાંધીનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગની આગાહી છે.  ચાર દિવસ બાદ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.  

સુરેન્દ્રનગર અને બનાસાકાંઠા જિલ્લામાં સૂર્ય નારાયણનો પ્રકોપ જોવા મળ્યો હતો. ધ્રાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારના ગામડાઓમાં તાપમાનનો પારો 47 ડીગ્રીને પાર પહોચ્યોછે. બનાસાકંઠા જિલ્લાના ડીસામાં 45.4 ડીગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગ ઝરતી ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ  સૂમસામ જોવા મળ્યા હતા. 

રાજકોટમાં સતત ત્રીજા દિવસે ગરમીનો પારો 43 ડિગ્રીને પાર રહ્યો છે.  ભારે ગરમીથી ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકો ત્રાહિમામ છે.  બપોરના સમયે રોડ રસ્તા, ફરવા લાયક સ્થળો પણ સૂમસાન બન્યા છે.  બપોરે  એકથી પાંચ વાગ્યા સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા મનપાએ અપીલ કરી છે.  

  1. તમારી જાતને હાઇડ્રેટેડ રાખો

રિપોર્ટ અનુસાર, ઉનાળામાં મોડી રાત સુધી ફરવાથી વધુ પડતો પરસેવો થાય છે, જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે, ડીહાઈડ્રેશનથી બચવા માટે ઓછામાં ઓછું 2-3 લીટર પાણી પીવું જોઈએ. દિવસના તમારા આહારમાં પુષ્કળ ફળો અને શાકભાજીનું સેવન કરો

  1. બહાર જવાનું ટાળો

જો તમારે હીટ વેવથી બચવું હોય તો ઘરની બહાર ન નીકળો. જો તમારા ઘરમાં કુલર, એસી ન હોય તો જાડા પડદા રાખો. આમ કરીને પણ તમે ખુદને લૂ થી બચાવી શકો છો.

  1. તડકાથી બચવાની કોશિશ કરો

ઉનાળામાં દિવસ દરમિયાન ઘણીવાર લોકો હીટ સ્ટ્રોકનો શિકાર બને છે. જો કોઈ અગત્યનું કામ ન હોય તો ઘરની બહાર ન નીકળો. જો ઘરની બહાર જવું ખૂબ જ જરૂરી હોય તો જૂના કપડાં અને જાડા કપડા જ બહાર કાઢો.

  1. ખાલી પેટ ઘરની બહાર ન નીકળો

જો બહાર ઉનાળામાં લૂ ફૂંકાતી હોય તો ક્યારેક ખાલી પેટે ઘરની બહાર ન નીકળવું જોઈએ. ખાલી પેટે બહાર નીકળવાથી તમારું શરીર ગરમીના પ્રારંભિક તબક્કામાં ઝડપથી બહાર આવે છે. જેના કારણે તમને ચક્કર આવી શકે છે અને ઝાડા થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
આ છે સૌથી વધુ પગાર આપતી સરકારી નોકરી, જાણો IAS-IPS કરતાં કેટલી વધુ મળે છે સેલરી?
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Embed widget