અંબાલાલ પટેલની મોટી આગાહી: શ્રાવણ માસમાં વરસાદ તબાહી મચાવશે, આ તારીખથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ 'ભૂક્કા' બોલાવશે
ગુજરાત પર મેઘમહેર ચાલુ રહેવાના સંકેતો મળી રહ્યા છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે.

Ambalal Patel's forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા લાંબા ગાળાની આગાહી કરવામાં આવી છે કે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર રહેશે. જુલાઈથી જ શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે શ્રાવણ મહિનામાં ભરપુર વરસાદ જોવા મળશે, ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે, જે ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવશે. તેમની આગાહી મુજબ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. 20 જુલાઈ થી હવામાનમાં પલટો આવશે અને 26 થી 30 જુલાઈ દરમિયાન નર્મદા અને સાબરમતી જેવી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે, જે નદીઓને બે કાંઠે વહેતી કરશે. સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમોને કારણે રાજ્યમાં સારો અને ખેતીપાકો માટે લાભદાયક વરસાદ પડશે.
ગુજરાત પર મેઘમહેર ચાલુ રહેવાના સંકેતો મળી રહ્યા છે, કારણ કે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.
જુલાઈના અંતમાં ભારે વરસાદ અને નદીઓમાં જળસ્તર
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 20 જુલાઈ થી રાજ્યમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. 23 થી 24 જુલાઈ દરમિયાન પંચમહાલ અને અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે.
ખાસ કરીને, 26 થી 30 જુલાઈ ના સમયગાળામાં નર્મદા નદીનું જળસ્તર નોંધપાત્ર રીતે વધશે અને તે બે કાંઠે વહેતી થઈ શકે છે. સાબરમતી નદીના જળસ્તરમાં પણ વધારો થશે, અને તાપી નદીમાં પણ પાણીનો પ્રવાહ વધી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ગ્રહોના ફેરફારો અને નક્ષત્રોના આધારે પણ આગાહીઓ કરે છે. તેમના મુજબ, 20 જુલાઈ એ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવતા રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. આ દિવસથી આવતા વરસાદી વહનનું પાણી કૃષિ પાકો માટે ખૂબ સારું ગણાય છે, અને વરાપ (વરસાદ બંધ થાય તે સમય) મળતા કૃષિ કાર્યો કરવા પણ અનુકૂળ રહેશે.
આ ઉપરાંત, દક્ષિણ ચીન તરફ બનેલા તોફાનના અવશેષો બંગાળના ઉપસાગરમાં સક્રિય થયા છે. આ સિસ્ટમની અસર પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાત તરફ થતાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.
પટેલની આગાહી મુજબ, તારીખ 26 થી 29 જુલાઈ માં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યાં કોઈ પણ ભાગમાં 4 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. આ વરસાદથી સાબરમતી નદીમાં પાણીનો સારો આવરો આવશે અને નર્મદા ડેમની પાણીની આવકમાં પણ મોટો વધારો થઈ શકે છે, જેના કારણે નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી શકે છે.





















