કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ ભૂક્કા કાઢશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ અને પ્રિ-મોન્સૂન અંગે કરી મોટી આગાહી
30 એપ્રિલથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

અમદાવાદ: 30 એપ્રિલથી ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. રાજ્યમાં 10, 11 મે સુધીમાં મોટાભાગનાં વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. ભારે પવનથી બાગાયતી પાકોને અસર થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 30 એપ્રિલથી 11 મે સુધીમાં રાજ્યનાં ઘણા ભાગોમાં પ્રિ મોન્સૂન વરસાદ થવાની શક્યતા છે.
3 મેથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જો કમોસમી વરસાદ વરસશે તો પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને કેરીના પાકને મોટાપાયે નુકસાન થઈ શકે છે. હાલ તો અંબાલાલ પટેલની આ આગાહીના પગલે રાજ્યના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે
ભારે પવન ફૂંકાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ગુજરાતના મોટા ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. બાગાયતી પાકને નુકશાન થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. આંબાના મોર ખરવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હાલ તો સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે.
ઉનાળો આકરો તાપ વરસાવી રહ્યો છે
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળો આકરો તાપ વરસાવી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજ્યમાં હજુ પણ આગામી દિવસોમાં ભારે ગરમી લૂ અને તાપમાનનો પારો ઉંચો જઇ શકે છે. અત્યારે આગ વરસાવતી ગરમીમાં ગુજરાત શેકાઇ રહ્યું છે, રવિવારે 44.4 ડિગ્રી સાથે રાજકોટ ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યુ છે. આ ઉપરાંત 44.3 ડિગ્રીમાં સુરેન્દ્રનગર પણ શેકાયુ હતુ. હવે હવામાન વિભાગના તાજા અપડટે પ્રમાણે, હજુપણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ ઉપર જઈ શકે છે, અમદાવાદમાં પાંચ દિવસ આગ ઓકતી ગરમીનો પ્રકોપ રહેશે. ભુજ અને અમરેલીમાં પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે.
ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં તાપમાનના આંકડા -
રાજકોટ - 44.4 ડિગ્રી તાપમાન
સુરેન્દ્રનગર - 44.3 ડિગ્રી તાપમાન
ભુજ - 43.8 ડિગ્રી તાપમાન
અમરેલી - 43.5 ડિગ્રી તાપમાન
ડીસા - 42.3 ડિગ્રી તાપમાન
અમદાવાદ - 41.8 ડિગ્રી તાપમાન
ગાંધીનગર - 40.8 ડિગ્રી તાપમાન
વડોદરા - 40.2 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં હવે ધીમે ધીમે તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે.ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જ્યારે 32 ડિગ્રીથી લઈને 45.6 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગના આંકડા અનુસાર ભુજમાં 41, નલિયામાં 35, કંડલા (બંદર) માં 36, કંડલા (એરપોર્ટ) માં 45.6 ડિગ્રી, અમરેલીમાં 41, ભાવનગરમાં 32, દ્વારકામાં 33, ઓખામાં 33, સુરેન્દ્રનગર 42, મહુવામાં 35, ગાંધીનગરમાં 41 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40, વડોદરામાં 39, સુરતમાં 36 અને દમણમાં 34 ડિગ્રી નોંધાઈ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો વધારો થશે. આમ આગામી દિવસોમાં હજુ પણ લોકોએ ગરમી સહન કરવી પડશે.





















